કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે,

કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે,
કેટલાયે મારી જેમ મજબૂરીથી ચલાવે છે.
કોઇ એને જઇને જરૂરથી આટલું કહેજો,
કે મારી ધડકન એની યાદો ચલાવે છે.
આ કલમ પણ કમાલ કરે છે કાયમ જોને,
શાહીથી બસ નામ એ તેનું લખાવે છે.
દિલ હોય કે કોલસો બળ્યા પછી તો રાખ જ,
તો પછી દોસ્તી ભૂલી પ્રેમ શા માટે કરાવે છે.
પ્રેમ પણ કેવો અદભૂત કમાલ કરે છે ભલા,
ડૂબવાને આરે હતો ને છતાં તરાવે છે.
જગ્યા જ નથી હવે કોઇના માટે એના દિલમાં
દરવાજા પર જ એ ચોકી કરાવે છે.

રમેશકુમાર જાંબુચા

2 Responses

  1. It Is a Very Excellent All The Things is There Hart Pain,Staying Alone.Also Used Good World).

    Thanks Ramesh Giving Us Good Gazal(Shyari)

    Mahesh K

  2. ‘‘ જગ્યા જ નથી હવે કોઇના માટે એના દિલમાં
    દરવાજા પર જ એ ચોકી કરાવે છે. ‘‘

    રમેશભાઇ તમે આ બે લીટીમાં એક જબરદ્સ્ત વાત કહી દીધી. ખરેખર જો કોઇ સાચો પ્રેમી હોય તો તમારી આ ગજલ વાંચ્યા પછી તેની આંખમાંથી આંસુ તો ડોકીયુ કરી જ જાય. તમારી આ ગજલના માટે વધુ કહી નથી શકતો પણ એટલુ જરુર કહીશ કે – અત્યારે મારી સ્થિતી પણ આવી જ છે. ………………

Leave a Reply