*** If you are not able to read Gujarati on this blog,
please click " view" menu at the top of your browser page
and go to "Character encoding " & change to " UTF-8 (unicode)".***
જાહેર જનતાને જણાવવાનું કે…
બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલાં લેખો જે-તે લેખકોના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે. જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી.
આપ આ વેબસાઇટ Windows XP અને Internet Explorer માં વધુ સારી રીતે જોઇ શકશો.
જિંદગી આખી રડાવ્યો છે મને – બેફામ
ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને,
સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,
આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,
કૈં નહોતુ એ છતાં, સૌ એ [...]
તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.
શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.
કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ બહુ એકલવાયું લાગે છે.
ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ [...]
ખુશ નથી છતાં ખુશ રહેવુ પડે છે
કોઇ પુછે કેમ છે તો મજામા કહેવ પડે છે
દિલ મ થયા હજારો જખ્મો
છતા હસતા રહેવુ પડે છે
જીન્દગી એક નાટક છે
બરબાદ થઇ ને પન જીવવુ પડે છે
પડાઘાતી એક શબ્દની અણબૂઝ વાત છુ,
ભણકાર કહી રહ્યા છે હજી હું હયાત છું..
ઇશ્વર નથી કે શબ્દથી જકડી શકો મને,
નીર્મોહી શૂન્ય છું, અને તે પણ અજાત છું…
“શુન્ય પાલનપુરી
મુહોબ્બતના સવાલોના કોઈ જવાબ નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા,
મળે છે કોઈ એક જ પ્રેમી ને સચી લગન દીલ ની,
બધાયે ઝેર પીનારા ઓ કૈં શંકર નથી હોતા…………
છેતરે છે લોકો મને છેતરાતો આવ્યો છુ,
લુટે છે લોકો મને, લુટાતો આવ્યો છુ,
નથી આપવાને તુજને કઈ,
પરન્તુ આપવાને તુજને કઈ વેચાતો આવ્યો છુ
મેળવી શકી નથી મન્જિલે પ્રેમ,
ને જમાના મા બદનામ થતો આવ્યો છુ.
પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?
શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશીખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?
શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મ્રણ્ ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?
સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સત્ત,
ને સવારે આંખમાંથી શું વહ્યું [...]