Posted on July 3, 2007 by Manthan Bhavsar
દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.
એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.
ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.
વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.
-‘આદિલ’
Filed under: આદિલ મનસુરી | Tagged: " એનુ નામ પ્રેમ છે ", gujarati gazal | 5 Comments »
Posted on July 3, 2007 by Manthan Bhavsar
દારુ પીને હું
લખીશ નશાબંદી
પર કવિતા
-હસમુખ ધરોડ ‘અંકુર’
Filed under: હસમુખ ધરોડ 'અંકુર', હાયકુ | Tagged: gujarati gazal, hasmukh_dharod-'ankur', hayku | 2 Comments »
Posted on July 3, 2007 by Manthan Bhavsar
ફોટોગ્રાફર
પુત્ર માં હોય તેના
પિતાનો ફોટો
-હસમુખ ધરોડ ‘અંકુર’
Filed under: હસમુખ ધરોડ 'અંકુર', હાયકુ | Tagged: gujarati gazal, hasmukh_dharod-'ankur', hayku, sahitya | 2 Comments »
Posted on July 3, 2007 by Manthan Bhavsar
તમે તો ચાલ્યા જશો, તમારા પડછાયા રહી જશે,
નિભાવવાના જે વા’દા, તે ફકત વા’દા જ રહી જશે.
વિતેલા દિવસો તમે તો, ભૂલી જશો ઘડીક માં,
પણ જિંદગીભર અમને, એ તડપાવતા રહી જશે.
અદાઓ બધી તમારી, કલામય લાગે છે,
નજર પડશે કોઈ કલાકારની, તો ચિત્રો બનાવતો રહી જશે.
સજીધજીને આમ, બહાર ન નીકળશો,
નહીં તો આ જોઈ કુદરત પણ, હેરાન થઈ જશે.
વારંવાર તમે [...]
Filed under: "શૈલ" | Tagged: DARD, DUKH, gujarati gazal | 4 Comments »