દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..
હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
રચયિતાઃ- કૈલાસ પંડિત
Filed under: MANHAR UDAS, gujarati, gujarati poem, halradu, sahitya, કૈલાસ પંડિત, ગુજરાતી કવિતા, ગુજરાતી ગઝલ, ગુજરાતી શાયરી, દીકરો મારો લાડકવાયો, હાલરડુ


Really fantastic..!! I was searching this one since very ling period of time and after all I found this here…!!
Great..!!
lisnet this very good halradu here…
http://rankaar.blogspot.com/2007/05/blog-post_14.html
amazing
vvgud
I m in search of the lyrics of this geet. Jyare jayare aa geet sambhadu chu tyare aankh man thi pani aavi jay che, etlu hriday ne sparshe che.
અત્યારે આ મારા દીકરાને સંભળાવું છું..
.To,Dear
,PATHEY ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ મા-બાપ સંગ છે.
દીકરો મારો લાકડવાયો…..VISHU
હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.
“દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે”
I LOVED EVERY GAZALS AND EACH AND EVERY SONGS OF MANHAR UDHAS JI .
I LIKE THIS SWEET AND SOFT HALURDU VERY VERY MUCH , COZ MY FATHER ALSO LOVES ME MORE THAN THIS . FANTASTIC SUPERB.
aadhbhoooot…!
koi aani tole naa aavi shake..!
chirsmarniya…!
~ ashwinahir@gmail.com
chirsmarniya…!
aadhbhoooot…!
koi aani tole naa aavi shake..!