Posted on August 31, 2007 by Manthan Bhavsar
દિલ ની શિલા પર પ્રિયે તવ નામ કોતરાઇ ગયુ
જેમ ચમન માં સુમન નુ દામન પરવાનાઓથી રંગાઇ ગયુ…!!!
યાદોનુ ફોરું મુજ શરીર ની ચોપાસ વેરાઇ ગયુ
તેમાંનુ એક અધોબિદુ બની તવ પગપાની એ છુદાઇ ગયુ….
સતત જોતુ વાટ તારી એ પોપચુ જ આજ બિડાઇ ગયુ
નિરંતર હતી જે ને તારી પ્રતિક્ષા એ મનડુ જ દુભાઇ ગયુ
ઇશ્ક ની બજારમાં મુજ દિલ [...]
Filed under: DARD, DUKH, gujarati, gujarati gazal, gujarati poem, hasmukh_dharod-'ankur', sahitya, આંસુ, આરજુ....!!!, ગુજરાતી કવિતા, હસમુખ ?, હસમુખ ધરોડ 'અંકુર' | 8 Comments »
Posted on August 29, 2007 by Manthan Bhavsar
જેટલું સુખ
તેનાથી બમણી છે
ભવની ભૂખ
હોસ્પિટલનું
અત્તર અટલે આ
ફિનાઈલ છે
આ માતૃભાષા
એ તો છે સંસ્કૃતિનાં
પ્રાણ સમાન
બગાસું એ તો
ઊંઘના આગમન
નુ એંધાણ છે
રાખડી એ તો
છે, ભાઈ બહેનનુ
પ્રેમ પ્રતિક.
આ સંસ્કૃતિનું
રક્ષણ કરે એવા
સંત શોધુ છું
પારકા પાસે
ભાગીયે તો પોતાનુ
છુટી જાય છે
-કપિલ દવે
Filed under: DARD, DUKH, gujarati, hayku, kapil_dave, અઘરો સવાલ..., આંસુ, કપિલ દવે | 6 Comments »
Posted on August 29, 2007 by Manthan Bhavsar
આજે ઑફિસથી ઘરે જઈશ ઉમંગે-ઉમંગે,
સજાવીશ ‘રાખી’ની થાળી ઉમંગે-ઉમંગે.
મૂકીશ ચપટી કંકુ ને સાથે ચપટી ચોખા;
કહીશ - આપણે ક્યાં છે અંતરથી નોખાં?
આજે ‘રાખી’,છલકે આંસુ બની પ્રેમ બહેનાનો;
જોઇયે છે પ્રેમ,બાકી મને શોખ ક્યાં છે ગહેનાનો?
રેશમી દોરી છે, પણ ગાંઠ મજબૂત છે;
આપણે દૂર છીએ, પણ સંબંધ સાબૂત છે.
- કેનેડા આવતાં પહેલાં -
યાદ છે બાંધી’તી રાખડી,ને ખવડાવી’તી થોડી મિઠાઈ;
કેવી ભરાઈ [...]
Filed under: DARD, DUKH, Dipti Patel 'Shama', gujarati, gujarati poem, sahitya, આંસુ, ગુજરાતી કવિતા, દિપ્તી પટેલ "શમા" | 23 Comments »
Posted on August 29, 2007 by Manthan Bhavsar
આજ બહેન ભાઈ ને બાંધશે અમર રાખડી,
આજ બહેન ભાઈ ને દેશે અમર આશીર્વાદ;
ને ભાઈ આપશે બહેનને અમુલ્ય ભેટ સોગાદ,
ભાઈ કરશે બહેનની રક્ષા જીવનભર;
આજ બ્રાહ્મણો બદલાવશે પવિત્ર જનોઈ,
ને આપશે યજમાનોને અમર આશીર્વાદ;
ખારવા નાળિયેર અર્પણ કરી દરિયાદેવને,
કરશે વિનંતિ લાજ રાખજો જીવનભર;
કોઈ કહે છે રક્ષાબંધન,કોઈ કહે બળેવ,
આજ ઘણાં ઉજવશે કહી નાળિયેરી પૂર્ણિમા;
પણ આજ ચોધાર આંસુડે રડશે બહેન,
‘કપિલ’ જેને [...]
Filed under: gujarati, gujarati poem, kapil_dave, કપિલ દવે, ગુજરાતી કવિતા, રક્ષાબંધન | 3 Comments »
Posted on August 29, 2007 by Manthan Bhavsar
મારા સ્પર્શ ને રોકશો તમે ,
તમને સ્પર્શી મને અનુભવાતી હવાને કેમ રોકશો !!
તમને જોતા રોકશો મને ,
તમારી તસવીર ને નયનમાં ઉભરતી કેમ રોકશો !!
મદીરાલયમાં જતા રોકશો મને ,
તમારા નયનના જામ પીતા કેમ રોકશો મને !!
તમારા ડગ જોડે ડગ માંડતા રોકશો મને ,
તમારા પગલા પર ચાલતા કેમ રોકશો મને !!
તમારા જીવનમાં પ્રવેશતો રોકશો મને ,
તમારી યાદમાં [...]
Filed under: " એનુ નામ પ્રેમ છે ", "શૈલ", DARD, DUKH, gujarati, gujarati gazal, gujarati poem, love, sahitya, shailya_shah, અઘરો સવાલ..., ગુજરાતી કવિતા, ગુજરાતી ગઝલ, ચાહત તમારી..., તૃપ્તિ....!!!, પ્રેમ, પ્રેમ એટલે કે, પ્રેમ ના કરો તો કાઈ ન, પ્રેમ વિશે, પ્રેમ.....પ્રેમ.....પ્રેમ, મારા સ્પર્શ ને રોકશો | 8 Comments »
Posted on August 29, 2007 by Manthan Bhavsar
હજી તો મળવાની શરૂઆત થઇ છે.
ઘણું સમજવાનુ બાકી છે.
હૈયાની ઉર્મીઓને વહેવા દો.
પ્રેમ પારાવારમાં ના’વા દો.
નજર નજરથી મળવા દો.
અન્તરની ઉર્મીઓને ટકરાવા દો.
સમયના વ્હેણ સાથે જીવવા દો.
પ્રેમની કદર એક્મેક્ને થાવા દો.
પ્રેમની કબુલાતનો સમય આવવા દો.
પ્રેમનો એકરાર થાવા દો.
- શાંગ્રીલા પંડ્યા
Filed under: gujarati, gujarati gazal, love, ગુજરાતી ગઝલ, પ્રેમ, પ્રેમ એટલે કે, શાંગ્રીલા પંડ્યા | No Comments »
Posted on August 29, 2007 by Manthan Bhavsar
તું ઢાળ ઢોલીયો, હું ગઝલનો દીવો કરું,
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને.
-મનોજ ખંડેરિયા
Filed under: "ગઝલ" એટલે..., gujarati gazal, મનોજ ખંડેરિયા, વરસાદી ગઝલ | 1 Comment »
Posted on August 29, 2007 by Manthan Bhavsar
મીઠાં શમણાં, વસમાં શૂળ,
મારી ગઝલોનાં બે મૂળ.
ચોતરફ મૌન, મૌનની વચ્ચે
એક તલસાટ કાયમી તે ગઝલ.
-અમ્રુત ઘાયલ’
Filed under: "ગઝલ" એટલે..., ghayal, ગુજરાતી ગઝલ, મારી ગઝલોનાં બે મૂળ., ‘ઘાયલ’ | No Comments »
Posted on August 29, 2007 by Manthan Bhavsar
આંખને ખૂણે હજીયે ભેજ છે,
આ ગઝલ લખવાનું કારણ એ જ છે.
-ચિનુ મોદી
Filed under: "ગઝલ" એટલે..., gujarati gazal, ગુજરાતી ગઝલ, ચિનુ મોદી | No Comments »
Posted on August 28, 2007 by Manthan Bhavsar
પ્રેમની છે બાદબાકી જીવનમાં,
વેદનાના થાય છે સતત સરવાળા,
કોઇ નથી જે કરે દુખનો ભાગાકાર,
છે બધા તેનો ગુણાકાર કરવાવાળા,
ખુલતી નથી બધી ચાવીઓ અજમાવી લીધી,
નસીબને લાગી ગયા છે કંઇક ઍવા તાળા,
થઇ ગયા છે ખુબ જ દુર એ મારાથી,
કાલ સુધી જે હતા મારી પાસે રહેનારા,
કેમ ભરાશ ઝખ્મૉ હદયના જે આપ્યા છે એમણે,
જે હતા ક્યારેક મારા ઘાવને ભરનારા,
આંખોમા સપના આંજી [...]
Filed under: " એનુ નામ પ્રેમ છે ", "એલફેલ" પટેલ, gujarati gazal, gujarati poem, sahitya, ગુજરાતી કવિતા, પ્રેમ, પ્રેમ એટલે કે, પ્રેમ ના કરો તો કાઈ ન, પ્રેમ વિશે, પ્રેમ.....પ્રેમ.....પ્રેમ | Tagged: "aelfel"-patel | 3 Comments »
Posted on August 28, 2007 by Manthan Bhavsar
બે-ચાર વાત થઇ અને એક-બે મુલાકાત થઇ
અમે વિચારતા રહ્યા અને શ્વાસો કોઇની સૌગાત થઇ
નિરાશાની ગર્તામાં ડૂબેલું હતું મન મારુ આયખાથી
જ્યારથી તું જીવનમાં આવી, મૃત આશાઓ હયાત થઇ
તારા જ સ્વપ્નનાં સાગરમાં છબછબીયાં કરે છે જિંદગી
નથી ખબર ક્યારે દિવસ અને ક્યારે રાત થઇ
બચપણથી જ હકૂમત ચલાવતો આવ્યો દિલ પર
ફક્ત એક મીઠી નજર અને મારી સત્તા મહાત થઇ
-રમેશ [...]
Filed under: gujarati, gujarati gazal, gujarati poem, love, ramesh-koshiya, sahitya, અહેસાસ થાય છે મને....!!!!, આરજુ....!!!, ગુજરાતી કવિતા, ગુજરાતી ગઝલ, ઝંખના..................., પહેલી નજરનો પ્રેમ, પ્રેમ, પ્રેમ એટલે કે, પ્રેમ ના કરો તો કાઈ ન, પ્રેમ વિશે, પ્રેમ.....પ્રેમ.....પ્રેમ, મિલન, યાદ...ફરિયાદ...!!!, રમેશ કોશિયા | No Comments »
Posted on August 28, 2007 by Manthan Bhavsar
ખ્વાબોમાં આવીને તને જગાડી જઇશ
દિવસે પણ તને સપના દેખાડી જઇશ
જિંદગીની કોઇ પળમાં જો ઉદાસ હોય તું
તારી એક મુસ્કાન માટે દુનિયાથી લડી જઇશ
જીવનની ગ્રીષ્મમાં પણ નાચી ઊઠીશ હરણી થૈ
ભીના શંખ-છીપલાથી તારો ખોબો ભરી જઇશ
તારા જીવનનો મારગ ભલેને હો કાંટાળો
પગ ઉપડશે એ પહેલા જ ફૂલો હું વેરી જઇશ
એકાંતની પળમાં પણ એકાંત ન લાગે માટે
આંગણની આંબાડાળે ગઝલના ટહુકા [...]
Filed under: " એનુ નામ પ્રેમ છે ", gujarati, gujarati poem, love, ramesh-koshiya, sahitya, આ યાદ છે આપની કે, ગુજરાતી કવિતા, ગુજરાતી ગઝલ, દુઃખ, પ્રેમ, પ્રેમ એટલે કે, પ્રેમ ના કરો તો કાઈ ન, પ્રેમ વિશે, પ્રેમ.....પ્રેમ.....પ્રેમ, મતલબ....., મિલન, રમેશ કોશિયા, વાસ્તવિક્તા, વિરહની વેદના, વ્યથા, હ્રદય | No Comments »
Posted on August 28, 2007 by Manthan Bhavsar
ટપકે આંસું,
બને દરિયો ખારો-
મને ના ગમે.
હું લખ્યા કરું,
તમે છુપાવ્યા કરો-
એ થોડું ચાલે?
તારી ઝુલ્ફોં
કાળું વાદળ,તારો
ચહેરો ચાંદ.
આંખે બાવળ,
હૈયે ઉઝરડાં, એ
ઉગાડી ગયો!
ઉર્મિતોફાન-
હૈયાનો કાંઠો તોડી,
ઉમટી પડ્યું.
મારી હેતનું
નાજુક ફુલ, તારું
હૈયું પથ્થર!
નયન દ્વારે
આંસું વહેતાં,એ છે
કેવો નિર્લજ્જ.
પ્રેમનું બીજ
વાવી, મેં પાક લણ્યો
બેવફાઈનો.
દીપ્તિ પટેલ ‘શમા’
Filed under: Dipti Patel 'Shama', gujarati, hayku, sahitya, અઘરો સવાલ..., આંસુ, દિપ્તી પટેલ "શમા", હાઈકુ - ૨ | 4 Comments »
Posted on August 27, 2007 by Manthan Bhavsar
કોણ કહે છે કે હું વિરહની વેદનામા સળગુ છું ?
આતો અમસ્તો જ જરા શરીર તાપુ છું.
કોણ કહે છે કે હું પ્રેમનો તરસ્યો છું ?
આતો અમસ્તો જ મૃગજળ પી રહ્યો છું.
કોણ કહે છે કે હું વસંતની રાહ જોવું છું ?
આતો અમસ્તો જ પર્ણૉ તોડી પાનખર લાવી રહ્યો છું.
કોણ કહે છે કે મને આપના આગમનની આતુરતા છે [...]
Filed under: "શૈલ", DARD, DUKH, gujarati, gujarati poem, love, shailya_shah, અરે મારા દિલ ! જરા થોભ, આ યાદ છે આપની કે, આંસુ, આરજુ....!!!, ગુજરાતી કવિતા, તકદીર ...!!!, તડફડાટ...!!!, વિરહની વેદના | No Comments »
Posted on August 27, 2007 by Manthan Bhavsar
તું ખુશી છે મારી ને દુઃખ પણ તું જ છે
તું જિંદગી છે મારી ને મોત પણ તું જ છે
તું આનંદ છે મારો ને ઉદાસી પણ તું જ છે
તું નીંદ છે મારી ને ઉજાગરા પણ તું જ છે
તું સ્વપ્ન છે મારું ને હકીકત પણ તું જ છે
તું શ્વાસ છે મારો ને રુંધાવે પણ તું જ છે
તું [...]
Filed under: " એનુ નામ પ્રેમ છે ", gujarati, gujarati gazal, gujarati poem, kapil_dave, love, અહેસાસ થાય છે મને....!!!!, આ યાદ છે આપની કે, કપિલ દવે, ગુજરાતી કવિતા, ગુજરાતી ગઝલ, તું ખુશી છે મારી ને દ, તૃપ્તિ....!!!, પ્રેમ, પ્રેમ એટલે કે | 3 Comments »
Posted on August 25, 2007 by Manthan Bhavsar
શ્રીમંતોને છે
પૈસો હાથનો મેલ,
રંકનો મેલ ?
જેના મન છે
મેલા, તન ઉજળા;
એ નથી મિત્ર.
પાપ ધોવા તો
ન્હાય ગંગામાં, પાછા
પાપ કરે છે.
-કપિલ દવે
Filed under: DARD, DUKH, gujarati, hayku, kapil_dave, અઘરો સવાલ..., કપિલ દવે, હાયકુ | 2 Comments »
Posted on August 25, 2007 by Manthan Bhavsar
ખબર છે કે…નહીં ભૂંસાય દિલના દાગો હવે…
છતાં યે દિલની શાંતિ કાજ અશ્રુઓ વહેવડાવતો રહ્યો હું…!
આખો દિ તુજ રૂપને નિરખવામાં ગાળ્યો…
પછી સ્વપ્ન મંહી તને જ શોધતો રહ્યો હું…!
નથી બંધાણા કદીયે મિનારાઓ કોઈ યે કવિ ના
છતાં યે અરમાનો ની દિવાલો ચણતો રહ્યો હું…!
ખુદાને જો યાદ કરત તો આજે …જન્નત.. મળી જાત…
પણ ખુદ..ખુદા.. કરતાં યે વધારે તને સ્મરણ [...]
Filed under: gujarati, gujarati poem, hasmukh_dharod-'ankur', sahitya, અહેસાસ થાય છે મને....!!!!, ગુજરાતી કવિતા, ગુજરાતી ગઝલ, જરૂરી નથી...., તકદીર ...!!!, તડફડાટ...!!!, તૃપ્તિ....!!!, પ્રેમ, બેવફા, ભય ....!!!, હસમુખ ધરોડ 'અંકુર' | 6 Comments »
Posted on August 25, 2007 by Manthan Bhavsar
આભાસી સંબંધો માં ક્યાં સુધી અટવાઈશું !!
ઝરણું અવગણશુ તો નદી ને કેમ મેળવશું?
વર્ષાને વિસરી વાદળ પાછળ કેમ દોડીશું !!
વૃક્ષને અવગણશુ તો છાંયડો કેમ મેળવશું?
સૂરજ છોડી પડછાયા પાછળ ગાંડા થઈશું !!
અરીસો તોડશું તો પ્રતિબિંબ કેમ મેળવશું?
થડ જેવા જડ શું કામ થઈશું !!
જળને નહિ જાણીએ તો પ્રવાહીતા કેમ મેળવશું?
પવિત્ર પ્રેમ છોડી વ્યર્થ વાસનામાં ભટકશું !!
તો જીવનની સાર્થકતા [...]
Filed under: "શૈલ", gujarati, gujarati poem, love, shailya_shah, અર્ધાંગીની...., ગુજરાતી કવિતા, ચાહત તમારી..., જીવન...!, દશા મારી, દુઃખ, પ્રેમ, પ્રેમ એટલે કે, પ્રેમ ના કરો તો કાઈ ન, પ્રેમ વિશે, પ્રેમ.....પ્રેમ.....પ્રેમ, યાદ...ફરિયાદ...!!!, વાસ્તવિક્તા, વ્યથા | 1 Comment »
Posted on August 24, 2007 by Manthan Bhavsar
જરૂરી નથી અહીંયા સૌને પ્રેમ મળે
નફરતના પણ હકદાર છે ઘણા આ
મતલબી દુનિયામાં
કહે છે આ દુનિયા મને ભૂલી જા હવે એને
પણ હું શું કરું કઈ રીતે ભૂલું એને
ફેલાવી જેણે મારા જીવનમાં રોશની.
જન્માવ્યો જેણે મારામાં અનોખો પ્રેમ
એ પ્રેમની પ્રતિમાને કઈ રીતે ભૂલું
છોડી મુજને જતા રહ્યા ભલે
એ મારા જીવનમાંથી
પણ મારા દિલમાં ધડકન એમની છોડી ગયા
ભલે એ ખુશ છે [...]
Filed under: DARD, DUKH, gujarati, gujarati poem, love, mehulkumar-patel-'agan', આંસુ, કટી પતંગ, ગુજરાતી કવિતા, જરૂરી નથી...., દિલ, દુઃખ, પ્રેમ, મેહુલકુમાર પટેલ 'અગન', વ્યથા, હ્રદય | 4 Comments »
Posted on August 23, 2007 by Manthan Bhavsar
હું શાયર દુનિયામાં પ્રેમને શોધવા આવ્યો છું,
નથી ખબર મને શું છે પ્રેમ
ફક્ત તેનો અણસાર લઈને આવ્યો છું,
પ્રેમ થકી લાગણી ઘણી છે મને
પણ બેવફાઓના નામ શોધવા આવ્યો છું,
પ્યાર કોનો પૂરો થયો છે ?
તેનો જવાબ લેવા આવ્યો છું,
પ્યારનો પહેલો અક્ષર જ અધૂરો કેમ છે
એ ‘અઘરો સવાલ’ લઈને આવ્યો છું,
શું છે જિંદગી ? એની મને ખબર નથી
પણ મોતની [...]
Filed under: " એનુ નામ પ્રેમ છે ", DARD, DUKH, gujarati, gujarati gazal, gujarati poem, suni-parwani'kushnasib', અઘરો સવાલ..., ગુજરાતી કવિતા, ગુજરાતી ગઝલ, પ્રેમ, પ્રેમ એટલે કે, પ્રેમ ના કરો તો કાઈ ન, પ્રેમ વિશે, પ્રેમ.....પ્રેમ.....પ્રેમ, સુનિલ પારવાણી 'ખુશનસ, હ્રદય | 1 Comment »
Posted on August 23, 2007 by Manthan Bhavsar
તારા પ્રેમમાં ભીંજાવવા હું તરસ્યો છું.
તારામાં હોશ ખોવા હું મદહોશ છું.
તારો સાથ પામવા હું એકલો છું.
તારા મોહપાશમાં જકડાવવા હું મુક્ત છું.
– શૈલ્ય
Filed under: "શૈલ", gujarati, gujarati poem, gujarati shayri, love, sahitya, shailya_shah, shayri,