આભાસી સંબંધો માં ક્યાં સુધી અટવાઈશું !!
ઝરણું અવગણશુ તો નદી ને કેમ મેળવશું?
વર્ષાને વિસરી વાદળ પાછળ કેમ દોડીશું !!
વૃક્ષને અવગણશુ તો છાંયડો કેમ મેળવશું?
સૂરજ છોડી પડછાયા પાછળ ગાંડા થઈશું !!
અરીસો તોડશું તો પ્રતિબિંબ કેમ મેળવશું?
થડ જેવા જડ શું કામ થઈશું !!
જળને નહિ જાણીએ તો પ્રવાહીતા કેમ મેળવશું?
પવિત્ર પ્રેમ છોડી વ્યર્થ વાસનામાં ભટકશું !!
તો જીવનની સાર્થકતા કેમ મેળવશું?
અર્ધાંગીનીને તમારામાં નહી સમાવશો ,
તો તમારી પૂર્ણતા કેમ પામશો ?
– શૈલ્ય
Filed under: "શૈલ" | Tagged: અર્ધાંગીની...., ચાહત તમારી..., જીવન...!, દશા મારી, દુઃખ, પ્રેમ ના કરો તો કાઈ ન, યાદ...ફરિયાદ...!!!, વાસ્તવિક્તા, shailya_shah








Shailya : khub j sundar che, vichar ane shabdo pan saras che.
અર્ધાંગીનીને તમારામાં નહી સમાવશો ,
તો તમારી પૂર્ણતા કેમ પામશો ?
wonderful