ટપકે આંસું,
બને દરિયો ખારો-
મને ના ગમે.
હું લખ્યા કરું,
તમે છુપાવ્યા કરો-
એ થોડું ચાલે?
તારી ઝુલ્ફોં
કાળું વાદળ,તારો
ચહેરો ચાંદ.
આંખે બાવળ,
હૈયે ઉઝરડાં, એ
ઉગાડી ગયો!
ઉર્મિતોફાન-
હૈયાનો કાંઠો તોડી,
ઉમટી પડ્યું.
મારી હેતનું
નાજુક ફુલ, તારું
હૈયું પથ્થર!
નયન દ્વારે
આંસું વહેતાં,એ છે
કેવો નિર્લજ્જ.
પ્રેમનું બીજ
વાવી, મેં પાક લણ્યો
બેવફાઈનો.
દીપ્તિ પટેલ ‘શમા’
Filed under: દિપ્તી પટેલ "શમા" | Tagged: અઘરો સવાલ..., આંસુ, હાઈકુ - ૨, Dipti Patel 'Shama', hayku, sahitya




diptiji ’shama’
verry verry nice
khubaj saras hayku lakhya che
ખરેખર સરસ હાઈકુ છે..ખુબ ઓછા શબ્દમાં ઘણુબધુ કહી જાય છે…!!
આંખે બાવળ,
હૈયે ઉઝરડાં, એ
ઉગાડી ગયો!
I like this haaiku very much!
shu dip kem che ?tu to mast j lakhe che a sabdo tari under thi j nikadeche atomatic that’s good .its god given gift keep it up.yap thda sabdoma ghanu badhu kahi jay aj haikune!time male che to saru ano upiyog karvo .
lov
pragna