પ્રેમની છે બાદબાકી જીવનમાં
પ્રેમની છે બાદબાકી જીવનમાં,
વેદનાના થાય છે સતત સરવાળા,
કોઇ નથી જે કરે દુખનો ભાગાકાર,
છે બધા તેનો ગુણાકાર કરવાવાળા,
ખુલતી નથી બધી ચાવીઓ અજમાવી લીધી,
નસીબને લાગી ગયા છે કંઇક ઍવા તાળા,
થઇ ગયા છે ખુબ જ દુર એ મારાથી,
કાલ સુધી જે હતા મારી પાસે રહેનારા,
કેમ ભરાશ ઝખ્મૉ હદયના જે આપ્યા છે એમણે,
જે હતા ક્યારેક મારા ઘાવને ભરનારા,
આંખોમા સપના આંજી મને હસાવનારા,
ક્યાં હતી ખબર કે એ જ હશે રડાવનારા,
યાદ કરુ છુ પલેપલ કહેતા હતા જેઓ,
છે મને આજે એજ ભુલી જનારા,
દાવો કરતા હતા જીદગીભર પ્રેમ આપવાનો,
પ્રેમની રાહમાં એકલો છોડી જનારા,
મળી જશે રસ્તામાં ક્યારેક તો પુછી લઈશ
શું વાંક હતો મારો? મને સજા આપનારા!!!!!
કરવાનું શું ને આ શું કરી રહ્યો છે?
તૂટેલ તુંબડીથી સાગર તરી રહ્યો છે?
મુશાયરાના દિવસો વેઢે ગણી ગણીને
ધંધો મૂકીને ‘મામો’ ગઝલો લખી રહ્યો છે.
-”એલફેલ” પટેલ
Filed under: " એનુ નામ પ્રેમ છે ", "એલફેલ" પટેલ, gujarati gazal, gujarati poem, sahitya, ગુજરાતી કવિતા, પ્રેમ, પ્રેમ એટલે કે, પ્રેમ ના કરો તો કાઈ ન, પ્રેમ વિશે, પ્રેમ.....પ્રેમ.....પ્રેમ | Tagged: "aelfel"-patel


ખુબ સરસ….
શબ્દોના સરવાળા અને ગુણાકાર સારા કર્યા છે,
ખરેખર મજા આવી ગઈ…
કરવાનું શું ને આ શું કરી રહ્યો છે?
ધંધો મૂકીને ‘મામો’ ગઝલો લખી રહ્યો છે….!!!
સરસ લખ્યું છે…અને આમજ લખતા રહેજો…!!!
Hi Dear
I read your poems and find the link from my friend profile. I m realy impresed by. Please send me the poems if you dont mind. I will not use it misplace but trust me I m poem lover….. I will share it with my friend.
join my orkut profile on id vipul_parmar_rajkot@yahoo.co.in or contact me on another id
vipul.parmar.rajkot@gmail.com