મારા સ્પર્શ ને રોકશો તમે

મારા સ્પર્શ ને રોકશો તમે ,
તમને સ્પર્શી મને અનુભવાતી હવાને કેમ રોકશો !!

તમને જોતા રોકશો મને ,
તમારી તસવીર ને નયનમાં ઉભરતી કેમ રોકશો !!

મદીરાલયમાં જતા રોકશો મને ,
તમારા નયનના જામ પીતા કેમ રોકશો મને !!

તમારા ડગ જોડે ડગ માંડતા રોકશો મને ,
તમારા પગલા પર ચાલતા કેમ રોકશો મને !!

તમારા જીવનમાં પ્રવેશતો રોકશો મને ,
તમારી યાદમાં જીવન વીતાવતો કેમ રોકશો મને !!

— શૈલ્ય

11 Responses

  1. મારા સ્પર્શ ને રોકશો તમે ,
    તમને સ્પર્શી મને અનુભવાતી હવાને કેમ રોકશો

    તમારા જીવનમાં પ્રવેશતો રોકશો મને ,
    તમારી યાદમાં જીવન વીતાવતો કેમ રોકશો મને !!

    બહુ જ સુન્દર રચના

    કેતન

  2. Thanks a lot Ketan

  3. hi dad
    ur composition is wonderful
    keep it up

  4. superb, i really liked it

  5. good creation
    like it…..
    keep it up

  6. ” તમારા જીવનમાં પ્રવેશતો રોકશો મને ,
    તમારી યાદમાં જીવન વીતાવતો કેમ રોકશો મને !!”

    સાચુ કહ્યું…..!!!!

    સરસ શૈલ્યભાઈ….!!!

  7. very nice

  8. શેલ્ય ભાઈ,
    તમને વાચી ને હવે અમને “એમને”યાદ કરતા કોણ રોકશે?

  9. a true feeling of loved ones…

    tamari rachna vanchine ankh na khuna bhina thata kem karine rokashe???

  10. very nice
    tamari aa rachna vanchi maro mitho bhutkal aavi gayo, khub gamyu.

  11. Thanks a lot dear friends for your comments. for more of my creations you can visit my Blog
    http://shailya.wordpress.com

    Regards,

    Shailya

Leave a Reply