રાખી-ફક્ત તારા જ માટે

આજે ઑફિસથી ઘરે જઈશ ઉમંગે-ઉમંગે,
સજાવીશ ‘રાખી’ની થાળી ઉમંગે-ઉમંગે.

મૂકીશ ચપટી કંકુ ને સાથે ચપટી ચોખા;
કહીશ – આપણે ક્યાં છે અંતરથી નોખાં?

આજે ‘રાખી’,છલકે આંસુ બની પ્રેમ બહેનાનો;
જોઇયે છે પ્રેમ,બાકી મને શોખ ક્યાં છે ગહેનાનો?

રેશમી દોરી છે, પણ ગાંઠ મજબૂત છે;
આપણે દૂર છીએ, પણ સંબંધ સાબૂત છે.

- કેનેડા આવતાં પહેલાં -

યાદ છે બાંધી’તી રાખડી,ને ખવડાવી’તી થોડી મિઠાઈ;
કેવી ભરાઈ હતી આંખડી ,ને પછી લીધી’તી વસમી વિદાય.

યાદ કરું તો ઉમટે છે આંખમાં આંસુનો દરિયો,
પણ હવે તો હું જ મુસાફર ને હું જ ખેવૈયો!

જાતે જ ખોબલો ભરું મોતીનો, ને જાતે જ લુછી લઉ મારાં આંસુ,
શી ખબર ‘શમા’, આવતી સાલ ફરી વહાવવા પડે આ આંસુ.

દીપ્તિ પટેલ ‘શમા’,

25 Responses

  1. ekdam hraday sparshi..!

  2. khubaj sundar

    verry verry nice

    tamari shabdo shakti khubaj majbut che

  3. diptiji shama

    khubaj saras tamari aa rachana

  4. It was excellent poem. I am proud of not reading alone but finding the same on the web.
    Good lukck
    narendra dave

  5. I could not stop letting my eyes getting filled with tears

  6. ખૂબ જ સરસ… રક્ષાબંધન ન અપર્વ નિમિત્તે સુંદર કકાવ્યની ભેતટ

  7. thanks a lot everyone for your prasansha..i was crying while
    writing, and i was writing while crying too….

  8. ” આજે ‘રાખી’,છલકે આંસુ બની પ્રેમ બહેનાનો;
    જોઇયે છે પ્રેમ,બાકી મને શોખ ક્યાં છે ગહેનાનો ? ”

    ભાઈ માટે બહેનની સાચ્ચી લાગણીઓ વ્યક્ત કરી છે..!!!

    ખરેખર ખુબજ સુંદર રચના છે..!!!

  9. tame aa poem kherkhar aadbhut lakhi che
    aavi vaytha mari same pan ek vaar avi hati jyare hu hostel ma hato ane i miss my sis lot

    ખરેખર ખુબજ સુંદર રચના છે

  10. i don knw much abt dis kavitzzzz
    bt dis one is really from ur heart…..
    specially d finishing line is toooooooooooooo gddddddddddd

  11. તમારી આ રચના વાંચીને જો આંખમાં આંસુ ન આવે તો સમજવુ કે કાં
    તો આંખ બનાવટી છે અથવા તો
    એ માણસમાં હ્રદયવિહોણો છે.
    અદભુત… હ્રદયસ્પર્શી …
    – શૈલ્ય

  12. khubaj sundar pavitra shabdo

  13. બંને સમયગાળાના ભાવોને અલગ રીતે પણ સચોટતાથી મુકાયા છે.

    બંનેમાં ભાવતાંતણો ઠીકઠીક ખેંચાયેલો રહે છે અને એક જ વ્યક્તી બે સ્વરુપે વહેંચાયેલી રહી છે એનું દર્દ પણ ઉભરી આવે છે.

    રેશમની દોરી હોય એટલે ગાંઠ મજબુત હોય જ અને એમાંય દૂરી તો સંબંધના સાબુત હોવાની ખાત્રી આપે જ. પોતે જ મુસાફર અને પોતે જ ખેવૈયા હોવાની વાત પણ ” પણ હવે તો” દ્વારા ઉભરી આવે છે.

    સરસ ભાવસભર રચના.

  14. Thanks everyone….jjkishor, tame khub j saras rite mari kavita ne sarahi che, khub khub aabhar tamaro badhano j.

  15. hi, dear
    u wrt jst grt.
    mari eyes ma pani avi gaya.
    mare pan next rakhi thi evu j thashe.u express jst real feelings in words.
    keep it up yar.

  16. રચનાની રીતે જ કેવી રીતે વાંચવી,
    જ્યારે ગુંથાયેલા હોય લાગણીનાં તાર…

    ખુબ સરસ લખ્યું છે દીપ્તિજી,
    તમે અંતરની બધી લાગણીઓને શબ્દોના માધ્યમ દ્વારા બહાર લાવી શક્યાં…

    જીવનમાં તડપાવે છે જૂની યાદો,
    આવે જ્યારે યાદ ફરી એ યાદો.
    જે નથી અત્યારે પાસે એ બધાની યાદો,
    પણ ચહેરા પર લાવે છે ફરી સ્મિત,
    જ્યારે આવે છે એ જ જૂની યાદો….

  17. very very nice poem.

  18. bro-sister
    ke bandhan ko bayan karti ,
    judai ko jivit karti

    sunder sunder kavita.

    Keep it up.

  19. hi dear friend,
    very good,
    and i also told u that ur this guzal is very nice,
    ‘tmare jevi bhen hovu te pan nasib ni vat che’

  20. kavita khub saras chhe.

    vaanchi ne khub sari lagi.

    -a friend from orkut.

  21. nice.
    khub saras chhe.
    - a friend from orkut.

  22. i was never really interested in this type of ghazals but after reading ur second poem ( first one ek shamnu aankhma) on rakhi, it has created interest in me. I m very much thankful 2 u for that. યાદ છે બાંધી’તી રાખડી,ને ખવડાવી’તી થોડી મિઠાઈ;
    કેવી ભરાઈ હતી આંખડી ,ને પછી લીધી’તી વસમી વિદાય. Aa be line to kharekhar mara dil ne chui lidhu che. really u r a great writer. pl. write more and more so that everyone can enjoy reading ur poems.

  23. Nice poem,words used are so great which gives lot of emotion for sister who is away from brother.

  24. Khub j saras che.rakhdi na shabdo aa kavya ma samjay jay che.

  25. ખુબ સુંદર.

Leave a Reply