હસમુખ ?

દિલ ની શિલા પર પ્રિયે તવ નામ કોતરાઇ ગયુ
જેમ ચમન માં સુમન નુ દામન પરવાનાઓથી રંગાઇ ગયુ…!!!

યાદોનુ ફોરું મુજ શરીર ની ચોપાસ વેરાઇ ગયુ
તેમાંનુ એક અધોબિદુ બની તવ પગપાની એ છુદાઇ ગયુ….

સતત જોતુ વાટ તારી એ પોપચુ જ આજ બિડાઇ ગયુ
નિરંતર હતી જે ને તારી પ્રતિક્ષા એ મનડુ જ દુભાઇ ગયુ

ઇશ્ક ની બજારમાં મુજ દિલ ‘અનમોલ’ મોલે વેંચાઇ ગયુ,
ને… એ ..જ… દિલ તુજ મગરુર દિલ પાછળ ઘસડાઇ ગયુ

દિલ દેવુ નહોતુ છતા કોને ખબર કાં દેવાઇ ગયુ…
શું કહીયે તમને દોસ્તો ‘હસમુખ’ થઇને અમારાથી જ આજ રોવાઇ ગયુ…!!!

—હસમુખ ધરોડ ‘અંકુર્’

10 Responses

  1. સરસ લખ્યું તમે……

    “દિલ દેવુ નહોતુ છતા કોને ખબર કાં દેવાઇ ગયુ…
    શું કહીયે તમને દોસ્તો ‘હસમુખ’ થઇને અમારાથી જ આજ રોવાઇ ગયુ…!!!”

    ખરેખર હસમુખભાઈ ખુબજ સરસ કાવ્ય રચના છે તમારી…!!

  2. સતત જોતુ વાટ તારી એ પોપચુ જ આજ બિડાઇ ગયુ
    નિરંતર હતી જે ને તારી પ્રતિક્ષા એ મનડુ જ દુભાઇ ગયુ

    ખુબ જ સરસ કાવ્ય રચના છે.

    કેતન

  3. aabhar pravinbhai ane ketanbhai aap no rachana ni pranshansha mate….

  4. સરસ કાવ્ય રચના ……..

  5. Aabhar Jigneshbhai aapna abhipray mate

  6. wah hasmukh bhai khubaj saras lakhyu che

    વા હસમુખ
    ધરોડ ‘અંકુર’ જી
    ગજબ કવિ

    -કપિલ દવે

  7. Main hindi bhasi hun. lekin main Gujarat mein 2 varsh raha hun. Main Gujarati Bhasa pad leta hun aur samajh leta hun. lekin likh aur bol nahin pata.Mujhe apaki kavita bahut sunder lagi, aise hi likahte rahiye.

  8. aapka sukriya Dr. Desh Bandhu Bajpai aaur aaise hi hame birdate jaiye …..

  9. ઇશ્ક ની બજારમાં મુજ દિલ ‘અનમોલ’ મોલે વેંચાઇ ગયુ,
    ને… એ ..જ… દિલ તુજ મગરુર દિલ પાછળ ઘસડાઇ ગયુ

    its really amzing!
    i have no words to praise
    really unbelievable!!!!!!!!

  10. thanks lot

Leave a Reply