અલવિદા…!!!

છલોછલ જામ નયનના અને રસપાન કરતા રહ્યા તમે…
નશો પ્રેમ નો કેવો ઢોળાયો… અને..મયકદા બની ગયા તમે…!!!

હતી ક્ષણો ની પરોક્ષ મુલાકાત,ભાસે યુગોની ખોવાયેલી સોગાદ…
શબ્દોના બાહુપાસ માં સમાઈ,નિશબ્દ બની ફિદા થઈ ગયા તમે…

સબંધોની દિવાલો ખંડેર થઈ…તો..યે.. અરમાન દિલના ક્યાં રોકાંણા?
હું જરુર આવીશ એવો વાયદો આપી… પછી જુદા થઈ ગયા તમે..

છે આ બેહાલ અમારા , તમારી જ છે આ ભેટ – સોગાદ …!
જોઈ મુખ અમારુ પછી શાને…પ્રિયે ગદગદા થઈ ગયા તમે..

જનાજો ‘અંકુર’ નો રોકી પછી એ રડતાં એટલું જ કરગર્યા…
અલવિદા કહ્યુ હતુ અમે અમસ્તુ… ને… દુનિયા થી જ અલવિદા થઈ ગયા તમે..

- હસમુખ ધરોડ ‘અંકુર’

7 Responses

  1. bahuj saras

  2. alvida thi gaya tame
    nice

  3. khub khub aabhar bhumikaji aapno mari rachana na prasansa badal

  4. સબંધોની દિવાલો ખંડેર થઈ…તો..યે.. અરમાન દિલના ક્યાં રોકાંણા?

    Vah ‘Ankur’

  5. khub khub aabhar ketanbhai aamaj aapno abhipraya malato rahe rahe e aasha saathe

  6. છલોછલ જામ નયનના અને રસપાન કરતા રહ્યા તમે…

    really amazing………!!!!!!!!!!!!!!!!!!!!!!!

  7. thanks a lor for good comments

Leave a Reply