કાન્હા - તારી લીલા
કાન્હા - તારી લીલાનો ક્યાં કોઈ પાર છે?
ને આમ જોઈયે તો તારું ક્યાં કંઈ ખાનગી છે?
જગ-જાહેર તો છે; તારી લીલા -
શરુ થઈ કંસના કાળા કારાવાસમાં
કે વસી વાસુદેવ-દેવકીના શ્વાસમાં.
તને છોડતાં તેમણે છોડેલાં નિશ્વાસમાં
કે તને પામનારાં જશોદા-નંદનાં આનંદમાં.
ખળ ખળ વહેતી કાળી કાલિંદીના વહેણમાં
કે તેં ચોરી-ચોરી ચોરેલાં યશોદાના માખણમાં.
તારી દિવાની;ભાન-ભૂલેલી ગોપીઓનાં મટકાંમાં
કે તારાં નામની સહિયારી;બાવરી રાધાના લટકાંમાં.
તારાં ગોપીઓનાં વસ્ત્રાહરણની સાક્ષી પૂરતાં કદંબનાં એક-એક પર્ણમાં
કે દ્રૌપદીનાં તેં પૂરેલાં ચીરની સાક્ષી પૂરતાં ઈતિહાસનાં એક-એક પન્નામાં.
માથે મોર-પિંચ્છ ને ઘેલી કરતી વાંસળી નાં સૂરમાં
કે તારાં રુપ જેવાં રુપાળાં નેણેથી નીતરતાં નેહનાં પૂરમાં.
કાલિંદીમાં દેકારો મચાવનારાં કાળી-નાગનાં દમનમાં
કે તારી પટરાણી, મદમાતી રુકમણીનાં દામનમાં.
કદંબનાં એક-એક પર્ણમાં અને વૃંદાવનનાં કણે-કણમાં,
કે તારી વ્હાલી,તારી ચહૈતી,તેં ચરાવેલી ઘેનુનાં ઘણમાં.
‘કુરુક્ષેત્ર’માં અર્જુનને દીધેલાં ‘ગીતા-બોધ’નાં અઢાર અધ્યાયમાં,
કે તેં કૌરવોને પછાડવાં રચેલાં ભૂલ-ભૂલામણાં ચક્ર-વ્યુહની કોઠા-સૂઝમાં.
યાદવોને મળેલો શ્રાપ અને રચાઈ યાદવા-સ્થળી -
ક્યાં તારું પીપળનાં વ્રૂક્ષને અઢેલીને સૂઈ જવું,
અને ક્યાં એક ભવ્ય ‘કૃષ્ણ યુગ’ નો અંત આવવો?
પણ ખરે - તારું વચન યાદ આવ્યું,
જ્યારે જ્યારે ભારતમાં - જગતમાં ધર્મનો નાશ થાય છે,
સત્ય અને ધર્મની રક્ષા કાજે તારો ફરી અવતાર થાય છે!
દીપ્તિ પટેલ ‘શમા’ ,
Filed under: 'જન્માષ્ટમીનું પારણ, Dipti Patel 'Shama', gujarati, gujarati poem, આરજુ....!!!, કાન્હા - તારી લીલા, કૃષ્ણ લીલા...................!, ગુજરાતી કવિતા, દિપ્તી પટેલ "શમા"


કૃષ્ણાલીલા ને એક કાવ્યમા સમાવી લેવાનો બહુજ સુંદર પ્રયાસ છે.
કેતન
ખુબ સરસ દીપ્તિજી…
સંપૂર્ણ કૃષ્ણ જીવન એક જ કાવ્યમાં સરસ રીતે મઢી શક્યાં…
Excellent..
ekdum.. saras words .. liked it very much…
in very few words.. whole life of krishna is described..
Excellent..
Keep it up..
khubaj sundar che dipti ji
kubaj saras rite kanudana jivan ni zakhi karavi che
અંત્યાનુપ્રાસ બેસાડવાનો સરસ પ્રયત્ન.
ખુબજ સરસ દિપ્તિજી…!!! ખુબજ સરસ રચના છે…!!!
શ્રીકૃષ્ણ ના જીવનકાળ દરમ્યાનની ઘટનાઓને સરસ શ્બ્દો દ્વારા એકજ કાવ્યમાં સમાવી લીધા છે..!!
ખુબજ સરસ…!!!
thank you everyone for your positive comments, but i would not mind having constructive comments also, or suggestions…
dipu execellent ,.i just can’ believe whole krishna lila you can just express in one lavita .i am enjoying it very much and i remember you vey much
lots of lov
pragna