કતારો અશ્રુની પચાવી ગયો છું
છતાં જિંદગીને હસાવી ગયો છું
તમોને હવે તો ક્યાં ફરિયાદ કરવી
હતાશા પળોની હટાવી ગયો છું
લખાયાં અમારાં નસીબો બધાંયે
પછી પણ ઘસીને મિટાવી ગયો છું
ઘણી લાગણીઓ વરસતી રહીછે,
બધાંયે ગમો ગટ ગટાવી ગયો છું
ઉઘાડી કબર?ને સમયને સહારે
હજારો વરસથી ઘસાઈ ગયો છું.
-સુનીલ શાહ
Filed under: ગુજરાતી શાયરી, સુનીલ શાહ | Tagged: પચાવી ગયો છું, gujarati gazal, sunil-shah







પચાવી ગયો છું
કતારો અશ્રુની પચાવી ગયો છું
છતાં જિંદગીને હસાવી ગયો છું
તમોને હવે તો ક્યાં ફરિયાદ કરવી
હતાશા પળોની હટાવી ગયો છું
લખાયાં અમારાં નસીબો બધાંયે
પછી પણ ઘસીને મિટાવી ગયો છું
ઘણી લાગણીઓ વરસતી રહીછે,
બધાંયે ગમો ગટ ગટાવી ગયો છું
ઉઘાડી કબર?ને સમયને સહારે
હજારો વરસથી ઘસાઈ ગયો છું.
-સુનીલ શાહ