જાણે અજાણે

જાણે અજાણે નામ જો તારું દેવાય તો પ્રભુ
  તુંજમાં એ પ્રિય થઈ જાતો
  એ તો પામતો અક્ષરધામ.
  ….જાણે અજાણે
જીવનની આ સુખશૈયામાં તુજને એ ભુલી જાતો
મરણ આંગણે આવે ત્યારે તુજને એ સમરી જાતો
  એ તો થઈ જાતો નિરાકાર
  ….જાણે અજાણે

પ્રેમની પાવક જ્વાળા ન્હાતા થઈ જતો નિષ્કામ
અંત સમયની અટારીએથી તુજમાં એ વિસરાતો
  એ તો લાગે છે પ્રેમાળ
  ….જાણે અજાણે
હું છું પામર જીવ છતાં પણ ભક્તિમાં છું સંધાણો
પ્રદીપના હૈયે ભક્તિ લાગી મુક્તિ મેળવવા કાજે
  આવ્યો સમાવા કાજે
  ….જાણે અજાણે
સાચી માયા શામળા તારી બીજી મિથ્યા લાગે
સંતતણો સથવારો મળતાં મનડું મસ્ત છે લાગે
  ભવના બંધન છુટતાં લાગે
  ….જાણે અજાણે

3 Responses

  1. VERY NICE POEM.

  2. jivan ni aa sukh saiya ma tuj ne bhuli jato…

    maran aagne aawe tiyare ae tuj ne samri jato…

    bahut khub bahut khub…

  3. I LIKE THIS POEM.EVERY SENTENCE ARE GOOD.

Leave a Reply