દર્પણ…!!!

દર્પણ એ જ રહે છે ને… વદન બદલાય છે….
ને…વદન પરના કેટલાયે વર્ણન બદલાય છે….

આ એક સ્ત્રી જ છે હર..એક.. બરબાદીનું નિમિત્ત..
માટે જ રાવણ જેવાના યે સ્વમાન ટકરાય છે….

ખારો લાગે છે સમંદર છતાં યે વૈભવ કેટલો?
દર્દ હોય જીગરમાં પછી જુઓ કેમ જીવન જીવાય છે…

મીઠું હોય સ્મિત ભલે.. ને.. અશ્રુઓ લાગે ખારા
સબરસ હોય તો.. જ… મીઠા ભોજન થાય છે…

આ જીવન પછી મોત ને ફરી પાછી જિંદગાની
આતમ એ જ રહે છે ને સદન બદલાય છે….

ને…શબ્દોયે કાળજા ચીરી નાંખે છે મર્દોના ‘અંકુર’
જ્યારે અશ્રુઓથી એક દુર્ખાતનુ જીવન આલેખાય છે…!!!

-હસમુખ ધરોડ ‘અંકુર’

10 Responses

  1. HASMUTHBHAI…NAMASTE…READ YOUR DARPAN…..CONGRATULATONS FOR THE WONDERFUL GAZAL YOU CREATED….I STUDID TILL GUJARATI STD 5 & I AM DOCTOR & HAVE INTEREST IN GUJARATI SAHITYA &SOMETIMES I TRY TO WEITE KAVITA IN MY BROKEN GUJARATI…THIS WEB SITE IS VERY GOOD & CONGRATS 2 MANTHAN BHAVSAR TOO…>>.>DR. CHANDRAVADAN MISTRY

  2. thanks a lot dr. chandravadan mistry u r allways welcome sir

  3. દર્પણ એ જ રહે છે ને… વદન બદલાય છે….
    ને…વદન પરના કેટલાયે વર્ણન બદલાય છે….

    ખુબ સરસ વાત રજુ કરી હસમુખભાઈ…

  4. khub aabhar shivansh prasansha badal

  5. Hasmukhbhai tame khubj saras lakho cho.i like your “DARPAN”.

  6. KHUB AABHAR PRASANSHA MATE AADITYA

  7. rachna sundar che….pan hu stree chu ne..atle kahevu j rahyu ke…ravan ni barbadinu motu karan teno aham hato…stree to nanu karan..ane duniya game te kahe..stree vina prithvi shu..swarg pan nakamu che…laxmi vina to…

  8. sachi vaat che dipti pan jo stree j karan na banat to RAMAYAN na banat

  9. ભાઇ સરસ છે.
    મીઠું હોય સ્મિત ભલે.. ને.. અશ્રુઓ લાગે ખારા
    સબરસ હોય તો.. જ… મીઠા ભોજન […]
    સૌથી વધારે ગમી છે. આવી બીજી લખતાં રહો અને આ બધુ કેવી રીતે થઇ શકે તે મને સમજાવો.

  10. khub aabhar bhai ronak prasansha mate… ane rahi vaat lakhvani …. sher k gazalo lakhati nathi e akasmik lagni o no fuvaro che j hraday na undan thi chute che…………

Leave a Reply