એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.0
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.
સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી,
નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.
કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.
લય પણ જરૂર હોય છે, મારી ગિતની સાથ,
હું છું ધ્વિનસમાન જમાનાની ચાલમાં.
મુજ પર િસતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
એ ના કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.
-‘મરીઝ’
Filed under: 'મરીજ' | Tagged: " એનુ નામ પ્રેમ છે ", દુઃખ






સુંદર ગઝલ…
Enjoyed the creation. … Harish Dave Ahmedabad
એ ના કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.
this is sach a nice words and its facts
so please send me some more good lines like this
Please send me all types of Gujarati Ghazals , Ilove it…
most most powerful gazal .
More heart toucheble and real gazal, “His words of gazal for her piched on him and after read it she thinking about other” what a words ….
આભાર ઘણા વરસ પહેલાં આકાશ્વાણી પર આ ગઝલ સાંભળી હતી મરીઝ ના ચોટદાર શબ્દોની ગુથણી કબીલે દાદ છે
A na khine shejma chhuti gya ‘marij’,
karvina joyti’ti utaval SAVALma.
Aavi umada GAZAL vachkone malati rahe .