કોણ કહે છે કે હું પાગલ છું

કોણ કહે છે કે હું પાગલ છું
હું તો કુદરતની મસ્તીનો ચાહક છું

કોણ કહે છે કે હું બેઈમાન છું
હું તો કુદરતની મસ્તી પર ઈમાન ગુમાવી બેઠો છું

કોણ કહે છે કે હું બેરહેમ છું
હું તો આ કુદરતની રહેમ નિહાળી રહ્યો છું

કોણ કહે છે કે હું બેવફા છું
હું તો કુદરતની વફાથી બંધાયેલો છું

કોણ કહે છે કે હું નફરતને લાયક છું
હું તો કુદરતની મસ્તીનો દિવાનો છું

કોણ કહે છે કે ‘કપિલ’ ચરસી છે
મને તો કુદરતની મસ્તીનો નશો ચડ્યો છે..

-કપિલ દવે

3 Responses

  1. Kapil is the best for mad.
    He has Masti of madness.
    it is nice and beautiful

  2. this is wonderfull

Leave a Reply