બેવફાઈના દર્દ’થી જન્મેલી પંક્તિઓ….

બેવફાઈના દર્દ’થી જન્મેલી પંક્તિઓ….

—————————————————-

હા, રોજ સવારે સુરજમુખીની જેમ ખીલું છું હું,
અને રોજ સાંજે સુરજમુખીની જેમ કરમાઈ જાઉં છું હું.

કદાચ મારી ભુલ હતી કે -
તને સુરજ માની લીધો હતો મેં.

————————————————-

પોતાની બેવફાઈને ખૂબસુરત બહાના હેઠળ ઢાંકતા રહ્યા એ,
અને અમે એવા નાદાન કે અમારી વફા પણ પૂરવાર ના કરી શક્યાં !

——————————————–
હવે…….?

કહયું હતું ને મેં તને,
કે વાદળ બનીને વરસ નહીં ?

હવે હું ‘ડ્રાઈવ’ કઈ રીતે કરું?

કાચ પર પડી રહેલાં એક-એક બુંદ મહીં પણ
તારો ચહેરો જ નજર આવે છે !!!
—————————————————-
‘કેમ છો’ પૂછીને કાળજે કટાર ભોંકવાની જરુર ક્યાં હતી?

મારી લાશને તો કાંધો આપવાના નહોતા તમે,
અમથા ‘ક્યા રસ્તેથી લઈ જશે’, પૂછવાની શું જરુર  હતી?
 

5 Responses

  1. ‘Have’ ane “Kem Cho’ are cool…..

  2. its a wonderful offbit gazal by Dipti patel . i would like to appreciate her attempt to explain herself here in mireculous words .i hope that she will give more jewels to th society in future …keep it up ….there is a new sky of success before you …yu have to just stretch yur wings to fly …in th endless bright sky of gazals ..thank yu .,Mr G.R.Sanghanee .SURAT .GUJARAT

  3. હા, રોજ સવારે સુરજમુખીની જેમ ખીલું છું હું,
    અને રોજ સાંજે સુરજમુખીની જેમ કરમાઈ જાઉં છું હું.

    ખૂબ જ સરસ રચના લખી છે, અહીં પોતાની નિષ્ફળતા કે દર્દની વાત કરી છે પણ ક્યાંય પોતાના પ્રેમી માટે બદલો લેવાની ધૃણા કે નફરતની વાત નથી આવતી… અભિવ્યક્તિ ખરેખર ઉમદા છે…..

    કહયું હતું ને મેં તને,
    કે વાદળ બનીને વરસ નહીં ?
    હવે હું ‘ડ્રાઈવ’ કઈ રીતે કરું?
    કાચ પર પડી રહેલાં એક-એક બુંદ મહીં પણ
    તારો ચહેરો જ નજર આવે છે !!!

    વ્યક્તિ પ્રેમમાં પોતાના પ્રિય પાત્રનો અહેસાસ સતત કરતી રહેતી હોય છે, દરેક ક્ષણોમાં દરેક માધ્યમોમાં… બીજી એક સરસ રચના યાદ આવે છે…

    ઉફ ! તેરે ગમમે હમને સિગરેટ જલા દી, કમબક્ત ધુવાને તેરી તસવિર બના દી….

  4. કહયું હતું ને મેં તને,
    કે વાદળ બનીને વરસ નહીં ?

    હવે હું ‘ડ્રાઈવ’ કઈ રીતે કરું?

    કાચ પર પડી રહેલાં એક-એક બુંદ મહીં પણ
    તારો ચહેરો જ નજર આવે છે !!!

    hey its really heart-touchy PANKTIS..kai rite drive karu k have to aankh ma pan aansu no padado che ane kach par pan tu j taravare…kyak accident…

  5. કહયું હતું ને મેં તને,
    કે વાદળ બનીને વરસ નહીં ?

    હવે હું ‘ડ્રાઈવ’ કઈ રીતે કરું?

    કાચ પર પડી રહેલાં એક-એક બુંદ મહીં પણ
    તારો ચહેરો જ નજર આવે છે !!!

    hey its really heart-touchy PANKTIS..kai rite drive karu k have to aankh ma pan aansu no padado che ane kach par pan tu j taravare…kyak accident…

    sneha-akshitarak

Leave a Reply