હું તો છું લીંબડાનું પાન
તમે નાગરવેલનું સમજો
તો હું શું કરું ?
હું તો છું આંબલીનુ પાન
તમે તુલસીનું સમજો
તો હું શું કરું ?
હું તો છું ખાજવણીનું પાન
તમે મહેંદીનું સમજો
તો હું શું કરું ?
‘કપિલ’તો છે સૂકાયેલું પાન
તમે એને લીલું સમજો
તો હું શું કરું ?
-કપિલ દવે
Filed under: કપિલ દવે | Tagged: તો હું શું કરું ?, પાન, gujarati gazal, kapil dave, kapil_dave



