મને કોઈ ના કહે એ કામ કરવું ગમશે,
Posted on November 28, 2007 by Manthan Bhavsar
મને કોઈ ના કહે એ કામ કરવું ગમશે,
પણ કોઈ પ્રેમથી કહે તો વિચારીશ.
મને કોઈ તરછોડે તો વારંવાર જવું ગમશે,
પણ કોઈ દિલથી બોલાવે તો વિચારીશ.
મને કોઈ નફરત કરે તેની નફરત ગમશે,
પણ કોઈ પ્રેમ કરે તો આપવામાં વિચારીશ.
મને કોઈ તેનું’lable’લગાવે એ ગમશે,
પણ કોઈ મિત્રતા આપે તો વિચારીશ.
‘મને’ આ શબ્દ આમતો આપણને લગું પડે,
પણ ક્યારેક’મને’ને આમ તો ભુલી જવાય છે.
-સર્વદમન
Filed under: 'દમન', survadaman, ગુજરાતી કવિતા | Tagged: , મને કોઈ ના કહે એ કામ ક

