સંભારણું…..

ધરતીને તો આકાશને જ અડવું હતું
નદીને તો માત્ર દરીયાને જ મળવું હતું
ઝરણાંને તો આમ જ વહેવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું…..

રાતરાણી ને તો દિવસે મહેકવું હતું
ચંદ્રને તો ચાંદની માં જ ઓગળવું હતું
અંધકારને તો ઉજાસ માં સમાવવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું……

મનથી તારા મન સુધી જ પહોચવું હતું
તારા વિના મારે ક્યાં જીવવું હતું ???
તારા જ સ્પર્શે તો લજામણી બનવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું……

એકતા બગડિયા”લજામણી”

http://lajamani.blogspot.com

One Response to “સંભારણું…..”

  1. Dear Aktajee,

    appna prayatno vishitta ni khub najik paribhraman kari rahya
    chhe..hu jinvat puravak vishleshan karu chhu …upar upar thi
    yovan jovay pan rachana ne samaj va tena undan maj javu joie …mane appni rachana khub gami…

    આપના રદય ના કોઇ અગોચર પ્દેશ માથી સસોધન પામી રચના સ્વરુપે અમો સમક્શ રજુ
    કરી અધ્ભુત અનુભુતી કરાવવા બદલ ખુબ ખુબ આભાર

Leave a Reply