મારા આંસુ ને સમજવા ન કોઇ કામિયાબ બન્યુ,

મારા આંસુ ને સમજવા ન કોઇ કામિયાબ બન્યુ,
મારા ગમ ને ખાળવા ન કોઇ હમદીલ મળયુ.

તડપુ છુ એ આગ માં જ્યાં ચીનગારી રહી છે બળી,
જ્યાં જીંદગી ના બે શ્વાસ ને લેવા એ ક્યાંથી ફળી?

હતી મારા સાથમાં એ પણ દૂર છે,
ક્યાં હશે? કેમ હશે? યાતના ના પૂર છે.

એટલી યાદી છે આપની મલશો અગર જ્યારે,
આંસુ ને હથેળી માં થામશો સાથમાં હશુ ત્યારે.

વેદના ની આ એટલી લાગી રહી છે જ્વાળા,
પાણી ને બદલે અશ્રુઓ લાગી ગયાં છે ખાળવા.

-ઈલાક્ષીબેન ભટ્ટ

ફરમાઈશ કરનાર મિત્ર ઃ રન્ના ભટ્ટ

6 Responses

  1. mauj ni sathe man lagyu

  2. good creation

  3. તુ તો મારી લજામણી નો એક નાનકડો છોડ
    મન માં જો થાય તને અડવાના કોડ
    લજવાઇ જાય તારા મનની દિશાઓ
    ને વિલાઇ જાય તારો છોડ..તુ તો ….
    સરીતાની સેંઠીમાં જો સાગર સિંદુર હોય
    વાદળની વેણી માં મેહુલીયાની જો મ્હેર હોય
    તો ઉડેના ધરતીની ધૂળ રે ધમાલીયા
    ધરતીની ઓંથે બેઠાં લાજ ના એ મૂળીયા
    ને મૂળીયાં પણ લાગે સતામણીનાં શૂળીયા
    મન માં જો…..
    લાજ્જા ની ચાદર ઓઢીં ઝાકળ સૂર્યથી શરમાય
    અંધારાની ઓઢણી માં તો વાદળ પણ વહેમાય
    અરે વ્યવહાર ના વિષયમાં તો વાણી પણ વહેચાય
    ‘જીજ્ઞેશ’મનમાં છે મારા આખા જગની વિશાળતા
    ને તારી પાસે તો માત્ર તારો છોડ..
    કે તુ તો મારી લજામણી નો એક નાનકડો છોડ….
    ——જીજ્ઞેશ શુકલ—–

  4. hii jignesh.. the kavita written by u is very nice. i realy like it aspecaily my name is lajja.. and m sure it has been written for some other lajja only.. nways. i also write in gujarati and hindi. i would be happy if u type of gazal loving ppl visit my blog and coment on it. jignesh it seems u r purana khiladi on such blogs so can u sugest me how can i make my gazal reach more and more ppl? do visit my blog,
    http://gazalnashokhino.blogspot.com/

  5. wonderful poem bhai.
    kem chho, maja ma ne?
    Gujarati ma lakhata rahejo.

    Jay Vardayini

Leave a Reply