કૈં નથી…

બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો

ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો

એકાંત છેક તળિયે મળે તો મળી શકે
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો

-નયન દેસાઈ

12 Responses

  1. It is a good poem, according to present behavior of man

  2. Nice gazal.

  3. બહુ જ સરસ. નયન દેસાઈની ગઝલમાથી કાંઈક નવું મળે જ.
    એમનો પરીચય ડેટા મેળવી આપશો?

  4. @suresh dada
    mari jode nayan bhai ni koi mahiti nathi
    hu shodi ne tamne apis

  5. સરસ

    ઓ દોસ્તો, દો તમતમારે સામટાં દુઃખો,

    એમાં તો કાંઈ મારી રજા માગવાની હોય?

  6. બહુ જ સરસ!!

    “ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
    માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો…”

  7. khoob sundar rachana..as usual…

  8. માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
    દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો

    superb…kharekhar manas sudhi pahochvu aghru j nahi ashaya jevu hoy che….

  9. khub saru.

  10. vahh vahhh

    irshad irshad

    khub saras

    see my site……… collection of gujarati

    http://www.patel.synthasite.com

  11. ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
    માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો

    ekdam sachu

  12. Lambchoras ordama ek samay ghjuntay chhe….aa rachana hoyu tyo muksho

Leave a Reply