Posted on December 26, 2008 by Manthan Bhavsar
નામના કાજે તો સૌ કોઈ જીવે છે,
ચાલ નામશેષ થઈ જીવી લઈએ,
દુઃખે પ્રભુ પ્રાર્થના તો સૌ કોઈ કરે,
ચાલ સુખે પ્રભુ થોડાં ભજી લઈએ.
સુંદરતાની ખેવના તો સૌ કોઈ કરે,
ચાલ અરુપતાને આજે વાંછી લઈએ.
અમ્રુત-ઇરછા મંથને સૌ કોઈ કરે,
ચાલ વિષની કડવાશ સહી લઈએ.
શબ્દોથી ગઝલ તો સૌ કોઈ માણે,
ચાલ નીરવ ગઝલ માણી લઈએ.
સ્નેહા…
૨૨-૧૧-૦૮.
http://akshitarak.wordpress.com/
Filed under: સ્નેહા 'અક્ષિતારક' | Tagged: સ્નેહા 'અક્ષિતારક' | 2 Comments »
Posted on December 15, 2008 by Manthan Bhavsar
હતું રંગીન કયારેક જે, હવે શ્વેત -શ્યામ બની ગયું,
સપનું મારું, આ રાહ પર, એકલ મુસાફર બની ગયું !
હતું ગઝલ કયારેક જે, હવે શબ્દોનુ મોહતાજ બની ગયું,
સપનું મારું, આ કાગળ પર, ચાર અક્ષર બની ગયું!
હતું ફસલ કયારેક જે, હવે ખેતરનું નિંદામણ બની ગયું,
સપનું મારું, આ વેલ પર, વાંઝિયો વિચાર બની ગયું!
હતું વ્હેણ કયારેક જે, હવે પથરાળ [...]
Filed under: કવિતા, દિપ્તી પટેલ "શમા" | Tagged: અઘરો સવાલ..., આંસુ, તડફડાટ...!!!, દિલ, દુઃખ, Dipti Patel 'Shama', gujarati gazal, gujarati poem, gujarati poetry, sahitya | 5 Comments »
Posted on December 9, 2008 by Manthan Bhavsar
મારી આ દિવાલોથી મને પાર કરી દે,
બારીથી મને એક વખત દ્વાર કરી દે.
ઝાકળ ન ઉડે સૂર્ય અહીં એમ ઉગી જા,
તું ફૂલ પર એટલો ઉપકાર કરી દે.
તું પાસ રહે એ જ ગનીમત છે અહીં દોસ્ત,
હું ક્યાં કહું છું વાતનો સ્વીકાર કરી દે ?
દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારથી હવે થાય તો અંધાર કરી દે. [...]
Filed under: ગઝલ, ગૌરાંગ ઠાકર | Tagged: વાસ્તવિક્તા, DARD, gujarati gazal, gujarati poem, gujarati poetry, sahitya | 1 Comment »
Posted on December 6, 2008 by Swati Gadhia
હળવા તે હાથે ઉપાડજો એ હળવા તે હાથે ઉપાડજો
સાથરે ફૂલડાં ઢાળજો એ અમે કોમળ કોમળ…
આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા એ અમને રૂંધ્યા રગેરગ;
ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ..
પેર્યા ઓઢ્યાના ઓરતા એ છોગે છેલ ઝુલાબી,
આંખમાં રાત્યું આંજતા એ અમે ઘેન ગુલાબી,
કેડિયે કોયલ ગૂંથજો [...]
Filed under: માધવ રામાનુજ | Tagged: માધવ રામાનુજ, gujarati gazal, gujarati kavita, gujarati poem, Gujaratigazal.wordpress, madhav ramanuj | Leave a Comment »
Posted on December 1, 2008 by Swati Gadhia
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો
કહી ના શક્યો કોઇને કે ખસો.
પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે
અને દરવખત આપ ફિક્કું હસો.
સમય નામની બાતમી સાંપડી
પછી લોહી શું કામ નાહક ધસો:
પડે ડાળથી પાંદડું, એ પછી
ઇલાજો કરું એકથી એક સો.
ઇલાજો કરું એકથી એક સો
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો
-ચિનુ મોદી
Filed under: કવિતા, ગઝલ | Leave a Comment »