હતું રંગીન કયારેક જે, હવે શ્વેત -શ્યામ બની ગયું,
સપનું મારું, આ રાહ પર, એકલ મુસાફર બની ગયું !
હતું ગઝલ કયારેક જે, હવે શબ્દોનુ મોહતાજ બની ગયું,
સપનું મારું, આ કાગળ પર, ચાર અક્ષર બની ગયું!
હતું ફસલ કયારેક જે, હવે ખેતરનું નિંદામણ બની ગયું,
સપનું મારું, આ વેલ પર, વાંઝિયો વિચાર બની ગયું!
હતું વ્હેણ કયારેક જે, હવે પથરાળ મેદાન બની ગયું,
સપનું મારું, આ રેત પર, કોઇક કંકર બની ગયું!
હતું મારું કયારેક જે, હવે અન્યની મિલકત બની ગયું,
સપનું મારું, આ હકીકત પર, કેટલું લાચાર બની ગયું!
હતું બાજી કયારેક જે, હવે કૌરવોના જુગટાનું મોહરૂં બની ગયું,
સપનું મારું, આ દ્રૌપદી પર થતો અત્યાચાર બની ગયું!
દિપ્તી પટેલ “શમા”
Filed under: કવિતા, દિપ્તી પટેલ "શમા" | Tagged: sahitya, દુઃખ, તડફડાટ...!!!, દિલ, આંસુ, Dipti Patel 'Shama', અઘરો સવાલ..., gujarati poem, gujarati poetry, gujarati gazal






Well, Jindgino bhutkal yaad aavi gayo… its really heart touch…..past recall infront of eye.
હતું ગઝલ કયારેક જે, હવે શબ્દોનુ મોહતાજ બની ગયું,
સપનું મારું, આ કાગળ પર, ચાર અક્ષર બની ગયું!
ખુબ સરસ શમાજી. વેદના ભરપૂર રીતે ઉતારી છે આપે કાગળ પર.
ગઝલના છંદોનો અભ્યાસ કરવાની જરુર જણાય છે. ગઝલ છંદોબધ્ધ નથી
koik yaad aavi gayu ane radvu aavi gayu
maru sapnu pan adhuru rahi gayu che avu lage che ke jindgi ma badhu khatam thai gayu che