મધર્સ ડે વિશેષ : ડૉ. વિજળીવાળા નું આ મજાનું બાળગીત માણીએ…
એક દિ મમ્મી નાની થઈ ગઈ, ને હું થઈ ગઈ મોટી,
મેં તો એને નવડાવી, લઈને સાબુની ગોટી !!
ભેંકડા એણે ખૂબ જ તાણ્યાં, કર્યું બહુ તોફાન !
મેં પણ એનું માથું ધોયું , પકડીને બે કાન !
તૈયાર કરી, માથે એને લઈ દીધી’તી ચોટી…
એક દિ મમ્મી નાની થઈ ગઈ.
એને ભલે રમવું હોય પણ, લેસન હું કરાવું !
વ્હેલી વ્હેલી ઉઠાડી દઉં, બપોરે સુવરાવું !
બપોર વચ્ચે ગીતો ગાય તો ધમકાવું લઈ સોટી…
એક દિ મમ્મી નાની થઈ ગઈ.
દોડા દોડી કરે કદી તો બૂમ-બરાડા પાડું
ચોખ્ખી લાદી બગાડે તો, ફટકારી દઉં ઝાડું !
તોફાન કરે તો ખીજાતી આંખો કાઢી મોટી
એક દિ મમ્મી નાની થઈ ગઈ.
- ડૉ. આઈ.કે. વિજળીવાળા
Filed under: ડૉ. આઈ.કે. વિજળીવાળા, બાળકાવ્યો | Tagged: gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri








enjoyed
bahuj saras baalpan ni yaado na bhav
maja aavi, wah wah, wah wah. aama mane balak ni masti ne rojindu karya najare padyu , satho sath balak ne pan khabar che ke kya kya eni mummy shu shu dhyan rakhe che. anand thai gayo.