મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે – ‘મરીઝ’

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

- ‘મરીઝ’

3 Responses

  1. BHUT KHUB

    AADAB.

  2. ખૂબ જ મજા આવી

    હુ આપને મારા બ્લોગ પર આવવાનુ આમંત્રણ આપુ છુ.
    આપનો પ્રતિભાવ મને ઘણો પ્રોત્સાહિત કરશે. હુ આપના
    પ્રતિભાવ ની રાહ જોઇશ.

    મારા બ્લોગની લીંક છે.
    http://www.aagaman.wordpress.com

  3. mariz saheb ni rachana hoy etle kai kahevu j na pade ??? very much interesting

Leave a Reply