દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી
સવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી.
નથી નિષ્ઠા વિષે શંકા પરંતુ રીત ખોટી છે
નહીં પામી શકે તુ ફૂલને અત્તર બદલવાથી.
જરૂરી છે એ લય ને તાલ છે, જે લોહીમાં મળશે
નથી કંઈ ફાયદો ઓ નર્તકી, ઝાંઝર બદલવાથી.
નહીં આવી શકે તારા ઘરે, તું જીદ છોડી દે
સંબંધો એમ બંધાતા નથી અવસર બદલવાથી.
ત્વચા બીજા કોઈની આપણે ઓઢી ન હો જાણે
અજુગતું એમ કંઈ લાગ્યા કરે ચાદર બદલવાથી.
– હિતેન આનંદપરા
Filed under: કવિ/કવિયત્રી, ગઝલ, હિતેન આનંદપરા Tagged: | ઈશ્વર બદલવાથી, ઉત્તર બદલવાથી, ગઝલ, ગુજરાતી ગઝલ, દશાઓ એમ સુધરતી નથી, નથી નિષ્ઠા વિષે શંકા પરંતુ રીત ખોટી છે, સવાલો ક્યાં કદી બદલાય છે, હિતેન આનંદપરા, Gazal, gujarati, gujarati gazal
.png)





very nice……..