અનુભૂતિ

લીલ લપાઈ બેઠી જળને તળિયે ;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ !
કંપ્યું જળનું રેશમ પોત;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !
હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ.
લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ !
- સુરેશ દલાલ

અલવિદા…!!!

છલોછલ જામ નયનના અને રસપાન કરતા રહ્યા તમે…
નશો પ્રેમ નો કેવો ઢોળાયો… અને..મયકદા બની ગયા તમે…!!!
હતી ક્ષણો ની પરોક્ષ મુલાકાત,ભાસે યુગોની ખોવાયેલી સોગાદ…
શબ્દોના બાહુપાસ માં સમાઈ,નિશબ્દ બની ફિદા થઈ ગયા તમે…
સબંધોની દિવાલો ખંડેર થઈ…તો..યે.. અરમાન દિલના ક્યાં રોકાંણા?
હું જરુર આવીશ એવો વાયદો આપી… પછી જુદા થઈ ગયા તમે..
છે આ બેહાલ અમારા , તમારી જ છે [...]

વિરહની વેદના……………

કોણ કહે છે કે હું વિરહની વેદનામા સળગુ છું ?
આતો અમસ્તો જ જરા શરીર તાપુ છું.
કોણ કહે છે કે હું પ્રેમનો તરસ્યો છું ?
આતો અમસ્તો જ મૃગજળ પી રહ્યો છું.
કોણ કહે છે કે હું વસંતની રાહ જોવું છું ?
આતો અમસ્તો જ પર્ણૉ તોડી પાનખર લાવી રહ્યો છું.
કોણ કહે છે કે મને આપના આગમનની આતુરતા છે [...]

તૃપ્તિ….!!!

ખબર છે કે…નહીં ભૂંસાય દિલના દાગો હવે…
છતાં યે દિલની શાંતિ કાજ અશ્રુઓ વહેવડાવતો રહ્યો હું…!
આખો દિ તુજ રૂપને નિરખવામાં ગાળ્યો…
પછી સ્વપ્ન મંહી તને જ શોધતો રહ્યો હું…!
નથી બંધાણા કદીયે મિનારાઓ કોઈ યે કવિ ના
છતાં યે અરમાનો ની દિવાલો ચણતો રહ્યો હું…!
ખુદાને જો યાદ કરત તો આજે …જન્નત.. મળી જાત…
પણ ખુદ..ખુદા.. કરતાં યે વધારે તને સ્મરણ [...]

ડરે છે જ શાને?

સમયના ફણી થી ડરે છે જ શાને?
દરદના ઝરણમાં ઝરે છે જ શાને?
પળો હોય જો જિંદગીમાં હુંફાળી
વરાળો બનીને ઠરે છે જ શાને?
ખયાલો સજાવી સદાયે હજારો
નશીલી પળોએ ધરે છે જ શાને?
સદાયે શ્વસે એ હ્રદયના ઈશારે
સલામી અવરને ભરે છે જ શાને?
ક્ષણોની ભવંરમાજ કેદી બનેલી
હવાઓ હવે તો ફરે છે જ શાને?
– સુનીલ શાહ

કવિ….!!!

એક પાનું લીધુ…તેના પર લખ્યુ…
પછી છેક્યુ…પછી ફાડ્યુ…
…બીજુ પાનું લીધુ…
તેના પર લખ્યુ…
પછી છેક્યુ…પછી ફાડ્યુ…
આમ…લખ… છેક… ફાડ….કરતા…કરતા
તારીખોની તારીખો ફાટતી ગઇ…
ને…ગરીબ કવિની… તુટેલ ઝુંપડી ના એક ખુણે
પાનાઓનો ઢગલો થયો…
એને વેચતા કિંમત ઉપજી…અણધાર્યા દામે…
એક સુંદર કવિ ની સફળ કવિતા કરતા યે વધુ દામે….!!!
-હસમુખ ધરોડ ‘અંકુર’

તકદીર …!!!

તકદીર માત્ર મે બેસહારાઓની પલટતી જોઇ છે…
ને…તેમન દર્દ ની સીમાઓને બસ મે વધતી જોઇ છે…
ન સુકવી શકશે સુર્ય એ હવે મારા રડતા અશ્રુઓને…
કારણ કે તેની યે આંખોને મે મારા હાલ પર રડતી જોઇ છે…!!!
રહેવા દે હવે… તું યે… શું…. બચાવીશ મને ખુદા…!
ખુદ તારી જ મુર્તીઓને મે જ લુંટાતી જોઇ છે… !!!
{સોમનાથ મંદિર લુંટાયુ…મહમદ ાઝની દ્વારા [...]