હતું રંગીન કયારેક જે, હવે શ્વેત -શ્યામ બની ગયું

હતું રંગીન કયારેક જે, હવે શ્વેત -શ્યામ બની ગયું,
સપનું મારું, આ રાહ પર, એકલ મુસાફર બની ગયું !
હતું ગઝલ કયારેક જે, હવે શબ્દોનુ મોહતાજ બની ગયું,
સપનું મારું, આ કાગળ પર, ચાર અક્ષર બની ગયું!
હતું ફસલ કયારેક જે, હવે ખેતરનું નિંદામણ બની ગયું,
સપનું મારું, આ વેલ પર, વાંઝિયો વિચાર બની ગયું!
હતું વ્હેણ કયારેક જે, હવે પથરાળ [...]

અલવિદા…!!!

છલોછલ જામ નયનના અને રસપાન કરતા રહ્યા તમે…
નશો પ્રેમ નો કેવો ઢોળાયો… અને..મયકદા બની ગયા તમે…!!!
હતી ક્ષણો ની પરોક્ષ મુલાકાત,ભાસે યુગોની ખોવાયેલી સોગાદ…
શબ્દોના બાહુપાસ માં સમાઈ,નિશબ્દ બની ફિદા થઈ ગયા તમે…
સબંધોની દિવાલો ખંડેર થઈ…તો..યે.. અરમાન દિલના ક્યાં રોકાંણા?
હું જરુર આવીશ એવો વાયદો આપી… પછી જુદા થઈ ગયા તમે..
છે આ બેહાલ અમારા , તમારી જ છે [...]

વિરહની વેદના……………

કોણ કહે છે કે હું વિરહની વેદનામા સળગુ છું ?
આતો અમસ્તો જ જરા શરીર તાપુ છું.
કોણ કહે છે કે હું પ્રેમનો તરસ્યો છું ?
આતો અમસ્તો જ મૃગજળ પી રહ્યો છું.
કોણ કહે છે કે હું વસંતની રાહ જોવું છું ?
આતો અમસ્તો જ પર્ણૉ તોડી પાનખર લાવી રહ્યો છું.
કોણ કહે છે કે મને આપના આગમનની આતુરતા છે [...]

તૃપ્તિ….!!!

ખબર છે કે…નહીં ભૂંસાય દિલના દાગો હવે…
છતાં યે દિલની શાંતિ કાજ અશ્રુઓ વહેવડાવતો રહ્યો હું…!
આખો દિ તુજ રૂપને નિરખવામાં ગાળ્યો…
પછી સ્વપ્ન મંહી તને જ શોધતો રહ્યો હું…!
નથી બંધાણા કદીયે મિનારાઓ કોઈ યે કવિ ના
છતાં યે અરમાનો ની દિવાલો ચણતો રહ્યો હું…!
ખુદાને જો યાદ કરત તો આજે …જન્નત.. મળી જાત…
પણ ખુદ..ખુદા.. કરતાં યે વધારે તને સ્મરણ [...]

મારી તમ્મનાઓનોય ભાર હશે… !!!

દુનીયા ની દરેક ગલીઓમાં મુજ પ્રેમ નો પ્રચાર હશે
દબાયેલ કાતિલ યાદ નો મરણીયો પોકાર હશે… !
સ્વપન તો તુટ્યુ હતુ… મેઘલી મધરાતે જ…
મનને માંડ મનાવ્યુ કે જવા દે યાર એ સવાર હશે… !
તમારી યાદ તો રિબાવી રિબાવી ને તડફડાવે છે…
મોત નો.. જ.. આ.. નક્કી બીજો પ્રકાર હશે… !
નંહિતર પુછત નંહિ ડાઘુઓ મારી લાશ ને ઉંચકતા જ [...]

ડરે છે જ શાને?

સમયના ફણી થી ડરે છે જ શાને?
દરદના ઝરણમાં ઝરે છે જ શાને?
પળો હોય જો જિંદગીમાં હુંફાળી
વરાળો બનીને ઠરે છે જ શાને?
ખયાલો સજાવી સદાયે હજારો
નશીલી પળોએ ધરે છે જ શાને?
સદાયે શ્વસે એ હ્રદયના ઈશારે
સલામી અવરને ભરે છે જ શાને?
ક્ષણોની ભવંરમાજ કેદી બનેલી
હવાઓ હવે તો ફરે છે જ શાને?
– સુનીલ શાહ

ઓછી નથી થઇ શકી!

મહેક કઇ માટીની
ઓછી નથી થઇ શકી!
આ તો એની સુગંધ
કોઇની યાદ આપી ગઇ!
બાકી તો અહીં ક્યાં
મરવાનો પણ સમય છે!
-સર્વદમન

ઓછી પડતી હશે… !

કુદરતને આ માટીની
ભીનાશ કઇ ઓછી
પડતી હશે… !
એટલે જ આ મારી
આખોમાં ભીનાશ
મુકી જાય છે… !
-સર્વદમન

કેમ જીવવુ રે હવે કેમ જીવવુ

રુદિયો રુવે રે મારો રુદિયો રુવે,
સજની તારી યાદમાં રુદિયો રુવે,
હૈડા હણાયા મારા હૈડા હણાયાં,
સજની તને જોઈને હૈડા હણાયાં,
નિંદરુ ઉડી રે મારી નિંદરુ ઉડી,
સજની તારા વિચારમાં નિંદરુ ઉડી,
દિલડા દઝાડ્યા તમે દિલડા દઝાડ્યાં,
સજની તમે બેવફા થઈને દિલડા દઝાડ્યાં,
કાળજા કપાયા મારા કાળજા કપાયા,
સજની તારા જવાથી મારા કાળજા કપાયા,
કેમ જીવવુ રે હવે કેમ જીવવુ,
આ ‘કપિલ’ને તારા વિના હવે કેમ [...]

તકદીર …!!!

તકદીર માત્ર મે બેસહારાઓની પલટતી જોઇ છે…
ને…તેમન દર્દ ની સીમાઓને બસ મે વધતી જોઇ છે…
ન સુકવી શકશે સુર્ય એ હવે મારા રડતા અશ્રુઓને…
કારણ કે તેની યે આંખોને મે મારા હાલ પર રડતી જોઇ છે…!!!
રહેવા દે હવે… તું યે… શું…. બચાવીશ મને ખુદા…!
ખુદ તારી જ મુર્તીઓને મે જ લુંટાતી જોઇ છે… !!!
{સોમનાથ મંદિર લુંટાયુ…મહમદ ાઝની દ્વારા [...]

રોજ રાતે મારા શમણા સજાવતી

રોજ રાતે મારા શમણા સજાવતી,
જેવી આંખ ખોલુ કે ખોવાય જાય,
કોણ છે,ને ક્યાંથી આવે શું ખબર,
પણ આવી ને મારુ દલડુ ડોલાવતી,
લાગે છે એ કોઈ નમણી નાર,
પણ રમે સંતાકુકડી મારી સાથ,
પકડવા માટે મથુ છુ હું એને,
પણ જાણે એ મૃગજળ જોને,
મને તો લાગે છે એ આત્મા,
પણ શું કામ ફરતી હશે રાતમાં,
હવે યાદ આવ્યુ આ ‘કપિલ’ ને
એ તો મારા [...]

તડફડાટ…!!!

નજર…નજર…માં જોઇલો આ તફાવત છે કેટલો ?
નયન દુર હોવા છતાં દિલ કહે છે એ પાસ હશે…!
પ્રસરતી યાદ ને રોકવી રહેવા દો દોસ્તો…
નક્કી એને ચારેકોર થી મારી જ તલાશ હશે…!
નથી કંડારાયો હું હજી કોઇ અજાણ્યા દિલમાં,
કદાચ ! મારા દિલને મારો જ ત્રાસ હશે…!
આંસુ જો રંગીન હોત તો તેમાંય મેચીંગ હોત…!!!
ખુદા આમાંય ક્યાંક માનવી નો ક્ટાક્ષ હશે…!
નહિં [...]