*** If you are not able to read Gujarati on this blog,
please click " view" menu at the top of your browser page
and go to "Character encoding " & change to " UTF-8 (unicode)".***
જાહેર જનતાને જણાવવાનું કે…
બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલાં લેખો જે-તે લેખકોના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે. જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી.
આપ આ વેબસાઇટ Windows XP અને Internet Explorer માં વધુ સારી રીતે જોઇ શકશો.
ન પુછો એ દોસ્તો કે કેવી અમે પ્રેમ ની ચોટ ખાધી છે
કે ભાવ અમારા ઉપસાવતા ખુદ ચિત્રકાર ને રડવું પડ્યુ…!!!
આપતા અર્પી દીધી જિંદગી વિરહ ને હવાલે એણે
પછી હાલ આ ‘અંકુર્ ના નિહાળી ખુદ સર્જનહાર ને રડવું પડ્યુ…!!!
હસમુખ ધરોડ ‘અંકુર’
વર્તમાન પત્ર ના પ્રત ની જેમ મે..જ.. ફેલાવ્યો છે મને …
ત્રિશંકુ ની સ્થિતી માં ભલા મે યે કેવો ફસાવ્યો છે મને…
અફસોસ નથી કે ના સંગ્રહી શક્યુ કોઈ મને એના દિલમાં
હું… જાણું છુ કે મે જ કેટલો સતાવ્યો છે મને…!!!
જીવનની હર એક..દુખદ પળોમાં હું આમ જ હસતો રહ્યો…
હસમુખ બારમાસી ફુલોના ક્યારામાં મે…જ… રોપાવ્યો છે મને…
શુકર કરો [...]
નાજુક ફુલ જેવા દિલ પર…
જયારે કોઈ કાંટાળો વજ્રઘાત પ્રહાર કરે છે…
.. ત્યારે…
દિલ ખળભળી ઉઠે છે….
…ને… સર્જાય છે…
બે અનમોલ દિલ વચ્ચે
વેર અને બદલાની દિવાલો..
…ને…એને ભેદે છે માત્ર પ્રશ્ચાતાપ…
તો ચાલો આપણે પણ કોઈનુ મન જાણતા અજાણતા દુભાવ્યુ હોય
તો મિચ્છામી દુક્કડ્મ કરી એમને મનાવી લઈયે….
- હસમુખ ધરોડ ‘અંકુર’
દર્પણ એ જ રહે છે ને… વદન બદલાય છે….
ને…વદન પરના કેટલાયે વર્ણન બદલાય છે….
આ એક સ્ત્રી જ છે હર..એક.. બરબાદીનું નિમિત્ત..
માટે જ રાવણ જેવાના યે સ્વમાન ટકરાય છે….
ખારો લાગે છે સમંદર છતાં યે વૈભવ કેટલો?
દર્દ હોય જીગરમાં પછી જુઓ કેમ જીવન જીવાય છે…
મીઠું હોય સ્મિત ભલે.. ને.. અશ્રુઓ લાગે ખારા
સબરસ હોય તો.. જ… મીઠા ભોજન [...]
છલોછલ જામ નયનના અને રસપાન કરતા રહ્યા તમે…
નશો પ્રેમ નો કેવો ઢોળાયો… અને..મયકદા બની ગયા તમે…!!!
હતી ક્ષણો ની પરોક્ષ મુલાકાત,ભાસે યુગોની ખોવાયેલી સોગાદ…
શબ્દોના બાહુપાસ માં સમાઈ,નિશબ્દ બની ફિદા થઈ ગયા તમે…
સબંધોની દિવાલો ખંડેર થઈ…તો..યે.. અરમાન દિલના ક્યાં રોકાંણા?
હું જરુર આવીશ એવો વાયદો આપી… પછી જુદા થઈ ગયા તમે..
છે આ બેહાલ અમારા , તમારી જ છે [...]
દિલ ની શિલા પર પ્રિયે તવ નામ કોતરાઇ ગયુ
જેમ ચમન માં સુમન નુ દામન પરવાનાઓથી રંગાઇ ગયુ…!!!
યાદોનુ ફોરું મુજ શરીર ની ચોપાસ વેરાઇ ગયુ
તેમાંનુ એક અધોબિદુ બની તવ પગપાની એ છુદાઇ ગયુ….
સતત જોતુ વાટ તારી એ પોપચુ જ આજ બિડાઇ ગયુ
નિરંતર હતી જે ને તારી પ્રતિક્ષા એ મનડુ જ દુભાઇ ગયુ
ઇશ્ક ની બજારમાં મુજ દિલ [...]
ખબર છે કે…નહીં ભૂંસાય દિલના દાગો હવે…
છતાં યે દિલની શાંતિ કાજ અશ્રુઓ વહેવડાવતો રહ્યો હું…!
આખો દિ તુજ રૂપને નિરખવામાં ગાળ્યો…
પછી સ્વપ્ન મંહી તને જ શોધતો રહ્યો હું…!
નથી બંધાણા કદીયે મિનારાઓ કોઈ યે કવિ ના
છતાં યે અરમાનો ની દિવાલો ચણતો રહ્યો હું…!
ખુદાને જો યાદ કરત તો આજે …જન્નત.. મળી જાત…
પણ ખુદ..ખુદા.. કરતાં યે વધારે તને સ્મરણ [...]
સપ્તરથી એ વાહનમાં સુર્ય બિરાજતો…
રક્તસમા લાલ કિરણો આ પૃથ્વી પર એ વેરતો
ખુદ પ્રણેતા … ખુદ પૃથ્વી નો એ પિતા..
આજ અકાળે વૃધ્ધ થયો…
થાક્યો..પાક્યો રિટાયર્ડ થયો…
આગ ભભુકતી આંખો એની અશ્રુધારામાં વહી ગઈ
છતા હજી કોઇ જોઇ શક્તુ નથી તે તેજ તે…જ… સુર્યનુ…!!!
કારણ…?
કારણ……કે…
નઠારી,નિર્દોષ,લુચ્ચી,પાખંડી,હરામી…
આ માનવી ની આંખો ના ખુણામાં…
હજી યે ક્યાંક પાણી આવી જવાનો ભય છે…!!!!!
-હસમુખ ધરોડ ‘અંકુર’
એક પાનું લીધુ…તેના પર લખ્યુ…
પછી છેક્યુ…પછી ફાડ્યુ…
…બીજુ પાનું લીધુ…
તેના પર લખ્યુ…
પછી છેક્યુ…પછી ફાડ્યુ…
આમ…લખ… છેક… ફાડ….કરતા…કરતા
તારીખોની તારીખો ફાટતી ગઇ…
ને…ગરીબ કવિની… તુટેલ ઝુંપડી ના એક ખુણે
પાનાઓનો ઢગલો થયો…
એને વેચતા કિંમત ઉપજી…અણધાર્યા દામે…
એક સુંદર કવિ ની સફળ કવિતા કરતા યે વધુ દામે….!!!
-હસમુખ ધરોડ ‘અંકુર’
તકદીર માત્ર મે બેસહારાઓની પલટતી જોઇ છે…
ને…તેમન દર્દ ની સીમાઓને બસ મે વધતી જોઇ છે…
ન સુકવી શકશે સુર્ય એ હવે મારા રડતા અશ્રુઓને…
કારણ કે તેની યે આંખોને મે મારા હાલ પર રડતી જોઇ છે…!!!
રહેવા દે હવે… તું યે… શું…. બચાવીશ મને ખુદા…!
ખુદ તારી જ મુર્તીઓને મે જ લુંટાતી જોઇ છે… !!!
{સોમનાથ મંદિર લુંટાયુ…મહમદ ાઝની દ્વારા [...]
મુક્કદર ના નવગ્રુહ ની લપેટ માં લપેટાય છે વસ્ત્રો…
કોઇ શીતળ છાંય માં તો કોઈ ધોમધખતા તાપે શેકાય છે વસ્ત્રો…
શોક કે આંનંદ તો એમને પણ સ્પર્શે છે…
કોઈ શ્વેત તો કોઈ રંગબેરંગી રંગોથી રંગાય છે વસ્ત્રો…
અમીરી કે ગરીબી માનવો સુધી સિમીત નથી…
જરકશી જામા કે થીગડા માં પલટાય છે વસ્ત્રો…
દાદા ની ભાતીગળ પાઘડી અને દાદી નો જરી થી [...]
ફુલ હંમેશ બસ કચડાયા કરે છે જ્યાં…
ને…એ…વજ્રદિલને લોક ચમન કહે છે…
હ્રદય ની આગ તો બસ બળ્યા કરે છે…
ને..એ…ધગધગતી દાહ ને લોક શમન કહે છે…
એક જ નજરે સો -સો ઘાયલ થાય છે…
ને..એ…તલવાર ને લોક ‘નયન’ કહે છે…
યાદોના પોટલા તો… દિલમાં.. જ.. કંડારાયા
ને..એ…દિલને સમૃતિ નુ લોક વહન કહે છે…
તેજ દેહ નું તો ક્યાંય દેખાતું નથી…!!!
ને..એ…ખાલી પુતળા ને [...]
તમારી યાદને બસ હું દિલથી ભુલાવી ના શક્યો..!
ને…! દિલ ની દુનીયાને ફરીથી વસાવી ના શક્યો…!!
ખબર તો હતી જ કે ત્યાં નથી કોઈ મંઝિલ મારી…
…પણ મારી એ રાહ ને હું બદલાવી ના શક્યો…!
તમારી આ… યાદે… તો કેટલા કર્યા છે બેહાલ અમને ..!
કે ખુદ મારા જ પ્રતિબિંબ ને હું જ પિછાણી ના શક્યો !!!
આમ તો , સામે [...]
મુજ દિલની પ્યાસ ને હું આંસુઓ પી ને બુજવતો આવ્યો છુ…
ને…જીંદગી ભરથી ગમ ખાઈ ને..ગુજારો કરતો આવ્યો છુ…
ના આંસુઓ વહેવડાવજો મુજ આ એકલતાભરી દશા પર
છેક…..જન્મ થી જ બસ એકલો જ ચાલતો આવ્યો છુ…!!!
આંસુઓ ખુટ્યા છે આજ નયન ભંડારના એટલે… જ…
ઝાંઝવાના નીર કાજ – આજ અંહિ ભટકતો આવ્યો છુ…
તદ્દ્દન ખરું છે કે પ્રેમ એ આંધળો છે…
માટે [...]
એક કટી પતંગ ની જેમ હું ગગનમાં લથડાતો ચાલ્યો,
કોઈ ટીખળ ના હાથમાં પકડાતો ચાલ્યો…
જેમ કટી પતંગ પકડાઈ ને જુદા રંગના રંગીન દોરે ચડે છે,
એમ હું જીવનના રંગ બદલાવતો ચાલ્યો…!!!
- હસમુખ ધરોડ ‘અંકુર’
નજર…નજર…માં જોઇલો આ તફાવત છે કેટલો ?
નયન દુર હોવા છતાં દિલ કહે છે એ પાસ હશે…!
પ્રસરતી યાદ ને રોકવી રહેવા દો દોસ્તો…
નક્કી એને ચારેકોર થી મારી જ તલાશ હશે…!
નથી કંડારાયો હું હજી કોઇ અજાણ્યા દિલમાં,
કદાચ ! મારા દિલને મારો જ ત્રાસ હશે…!
આંસુ જો રંગીન હોત તો તેમાંય મેચીંગ હોત…!!!
ખુદા આમાંય ક્યાંક માનવી નો ક્ટાક્ષ હશે…!
નહિં [...]