અનુભૂતિ

લીલ લપાઈ બેઠી જળને તળિયે ;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ !
કંપ્યું જળનું રેશમ પોત;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !
હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ.
લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ !
- સુરેશ દલાલ

શકય હો તો, કર કદી આવી કમાલ

શકય હો તો, કર કદી આવી કમાલ
રાખ કોરા પગ અને પાણીમાં ચાલ
એમના ઉત્તરની માણું છું મજા
કયાં હવે છે યાદ પણ મારો સવાલ
હા, વસી છે એમાં ખુશબૂ કોઇની
ના અમસ્તી સાચવી છે મેં ટપાલ
ખ્યાલની ખોટી બધી બાંહેધરી
કોઇ ના રાખે છે કોઇનો ખયાલ
આમ તો દરવાજા ઊઘડશે નહીં
તારે શાયદ તોડવી પડશે દીવાલ
કોડિયુંયે જેમના ઘરમાં નથી
હોલવી નાખી છે એ લોકે [...]

ઓછી નથી થઇ શકી!

મહેક કઇ માટીની
ઓછી નથી થઇ શકી!
આ તો એની સુગંધ
કોઇની યાદ આપી ગઇ!
બાકી તો અહીં ક્યાં
મરવાનો પણ સમય છે!
-સર્વદમન

ચાલ ને હવે પલળીયે વરસાદ છે

ચાલ ને હવે પલળીયે વરસાદ છે
ચાલ ને હવે દલડા દઈયે વરસાદ છે
માટીની મીઠી ખુશ્બુ આવે વરસાદ છે
ધરતી એ લીલી ચાદર ઓઢી વરસાદ છે
નદીઓ માં આવ્યા પૂર વરસાદ છે
ચાલ ને તો હવે કરીયે મજા વરસાદ છે
ચાલ ને પ્રેમમાં પલળીયે વરસાદ છે
તું મારા પર વરસાવ પ્રેમ વરસાદ છે
હવે એક મેકના થઈયે વરસાદ છે
વાદળોની ગર્જના આપે સાથ વરસાદ [...]

ભીંજાવુ છે વ્હાલમના પ્રેમ મા ચાતકની જેમ્

ભીંજાવુ છે વ્હાલમના પ્રેમ મા ચાતકની જેમ્,
જોયા કરુ એમને રાત્-દિ’ બસ હોલા ની જેમ્,
વરસતા વરસાદે ઢેલ બની થનગની જઉ,
એમના મિલનની ખ્વાહિશ્ મા,
સપનામા મળવાની ગુજારીશમા,
ખોવાઈ જઉ એમની યાદોમા,
આવુ વિચારુ ત્યારે ખીલી ઉઠુ,
જાણે પંખી બની ઉડતી રહુ,
એમના સ્પર્શ થી તન રણઝણી ઉઠે,
જાણે કે વનમાં ક્યાંક કલાપી કળા કરે,
એક અલગજ જાતનો નશો ચઢે,
વગર પિયુની કમળ પાંદડી પણ કનડે.
- ડૉ. [...]

પાણીના ટીપે ઘાસમાં જઈએ

પાણીના ટીપે ઘાસમાં જઈએ
ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ.
-શોભિત દેસાઈ

અને કાલે આખી રાત વરસ્યો છે આ વરસાદ

અને કાલે આખી રાત વરસ્યો છે આ વરસાદ
ખબર નહીં શું કહેવા માંગે છે આ વરસાદ ?
આમ તો છે લાગણીઓનાં ગૂંચવાડા બહુ,
પણ એકમેકને તાંતણે બાંધે છે આ વરસાદ.
સ્નેહીઓનાં સ્નેહ, મિત્રોની મિત્રતા,
અને બાળપણનાં હૈયાં કેરો સાદ કરે છે આ વરસાદ.
શું પ્રગાઢ પ્રેમની પરાકાષ્ઠા છે આ વરસાદ ?
કે પછી વર્ષોનાં વિરહની વ્યથા ઠાલવે છે આ વરસાદ ?
કોઈ તો [...]

વાદળા ઘેરાયા અને વરસી ગયાં

વાદળા ઘેરાયા અને વરસી ગયાં,
ઘણું બધું સાથે ભીંજાવી પણ ગયાં.
વરસાદના પાણીની સાથો સાથ,
ઘણી બધી યાંદો પણ તણાય ગઇ.
ખાબોંચીયાઓ ને જોઇને લગ્યું કે,
ખાબોંચીયા જીવના દુઃખો જેવા છે.
તળાવ કે સમંદરને જોઇને એમ થયું કે,
જીવના સંબંધોના આનંદ સમાન છે.
ધોવાય તો ઘણું ગયું યાદોની સાથે-સાથે,
જે રહ્યું એ પણ કોના માટે એ પણ કોને ખબર.
એટલે જ’દમન’વહેતાં પણીમાં પગ ના બોળ.
ગયેલાની [...]