મને ગમશે ‘બેફામ’


મને ગમશે ‘બેફામ’
તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.

તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.

જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.

તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે ‘બેફામ’,
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે.

-બેફામ

Advertisements

6 Responses

 1. “તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે ‘બેફામ’,
  પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે.”

  vaah khub saras

 2. અત્યંત સુંદર રચના!

  અન્ય ઘણાં બ્લોગ પર આ રચના અધુરી દેખાઈ, (‘બેફામ’નું નામ આવતું હોય એવી છેલ્લી બે લિટી દેખાતી નથી!!!!)

 3. […] મને ગમશે ‘બેફામ’ […]

 4. well i like this gazal very much.
  good going

 5. chheli be litio khubaj suchak chhe.adbhut akalpya and bijaa lakho abhinandano ni maara taraf thi varsha kabulso.bipin

 6. please aa song goti aapo hey tane jata joye pangat ni vate maru man mohi gayu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: