મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી


મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.

હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,
જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?

-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

8 Responses

 1. ATTITUDE THI BHARELIIIII

  I VERRY VERRYYY LIKE ITTT

 2. ખુબજ સુન્દર રચના છે

  “જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
  એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી”

 3. saras જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
  એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી

 4. DUKH AE VATNU CHHE KE GAZAL NE SAMAJE CHHE AOCHHA,
  SUKH AAE VAT NU CHHE KE GAZAL PAN SARAJE CHHE AOCHHA

 5. GAZAL AE JAM NO PIYALO NATHI KE GADE AUTARI JAY,
  SAMUDRA MATHAN CHHE

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: