અને કાલે આખી રાત વરસ્યો છે આ વરસાદ


અને કાલે આખી રાત વરસ્યો છે આ વરસાદ
ખબર નહીં શું કહેવા માંગે છે આ વરસાદ ?

આમ તો છે લાગણીઓનાં ગૂંચવાડા બહુ,
પણ એકમેકને તાંતણે બાંધે છે આ વરસાદ.

સ્નેહીઓનાં સ્નેહ, મિત્રોની મિત્રતા,
અને બાળપણનાં હૈયાં કેરો સાદ કરે છે આ વરસાદ.

શું પ્રગાઢ પ્રેમની પરાકાષ્ઠા છે આ વરસાદ ?
કે પછી વર્ષોનાં વિરહની વ્યથા ઠાલવે છે આ વરસાદ ?

કોઈ તો રોકો, કોઈ તો પૂછો,
શું કરવા માંગે છે આ વરસાદ ?

અને વાત કહું ધરાનાં ધૈર્યની ?
મને કહે છે શાનમાં, ભલે આખી રાત વરસતો વરસાદ.

અને કાલે આખી રાત વરસ્યો છે આ વરસાદ
ખબર નહીં શું કહેવા માંગે છે આ વરસાદ ?
-બિજલ ભટ્ટ

4 Responses

 1. સરસ ભાવ.
  જો કુદરતનું કોઇ પણ તત્વ શુ સૂચવે છે , તે સાંભળી શકવાની આપણી ક્ષમતા હોય તો તે જ નિર્વાણ.
  વરસાદ તો શું, એક નાનો ધૂળનો કણ પણ આપણી સંવેદનાને ઉજાગર કરવાની ક્ષમતા ધરાવે છે. અંતરની વાણી ખૂલે અને આ બધાં તત્વો સાથે આપણો સંવાદ શરુ. પણ અપણે આપણને પોતાને જ ક્યાં સાંભળી શકીએ છીએ?

 2. SUNDAR RACHNA TAMARA BLOG PAR GUJ MAA COMMENT AAPVA SHU KARVU?

 3. અને કાલે આખી રાત વરસ્યો છે આ વરસાદ
  ખબર નહીં શું કહેવા માંગે છે આ વરસાદ ?
  -બિજલ ભટ્ટ

  Sundar abhi-vyakti

 4. varsha rutu to premi jano na mmitha madhura milan ni rutu che.kai ketliiy yaado varsta varsad ma samayeli che a sambharna aaje pan varsha rutu ne atli j tofani ane madak banave che.aa sundar gazal dwara to mari yado j varsi padi che.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: