આંખોની બારીને પાંપણનું સુખ છે


આંખોની બારીને પાંપણનું સુખ છે,
ઘરના તો ખોળાને આંગણનું સુખ છે.

સંબંધોની પેઢીએ ખર્ચાયો પણ,
ભીતરમાં ખ્વાબોની થાપણનું સુખ છે.

વીતેલી યાદોને જોખીને તું જો,
ઘરની પરણેતરને કંકણનું સુખ છે.

ગાયોની સાથે તો કાન્હો ખેલ્યો, ને
ગોકુળના લોકોને માખણનું સુખ છે.

સુખ સઘળાં પૃથ્વીના તોલીને તું જો,
માતાના ખોળે તો ધાવણનું સુખ છે.

સુનીલ શાહ

8 Responses

 1. very nice poems. continue.. i read all ur poems put on this site.

 2. ગાયોની સાથે તો કાન્હો ખેલ્યો, ને
  ગોકુળના લોકોને માખણનું સુખ છે.

  Bahu j Saras rachana che.
  Ketan Shah

 3. સુંદર કાવ્ય…

  બ્લૉગનું આ નવું સ્વરૂપ વધુ આકર્ષક, વધુ સ્વચ્છ અને મજાનું લાગે છે…. ફાયરફોક્ષ પર પણ બરાબર માણી શકાય છે…

  અભિનંદન…

 4. As beautiful as heart touches. It tells us as if
  We all are the servants of today’s Situations with heart.
  So let us enjoy such heart touching & Lungs Lingering poems more from your heartily collection.
  How can I write all these in Gujarati ? Will someone show it 2 me ?

 5. ગુજરાતીમાં સરળતાથી લખતાં શીખવું હોય તો શ્રી ઉત્તમભાઈ ગજજરનો સંપર્ક કરો. ગુજરાતી ફોન્ટ અને તેને ઈન્સ્ટોલ કરવા સુધીની તમામ સુચનાઓ મળશે. તે પછી પણ મુશ્કેલી જણાય તો ફોન પર યા મેઈલથી તેમનો સંપર્ક કરી શકાય છે…અને આ બધું જ કોઈપણ ચાર્જ લીધા વીના..! તેમનું સરનામુ ..
  uttamgajjar@gmail.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: