પીંડમાંથી ઘાટ રુડા એ ઘડે છે ચાકડા પર – ડો. કિશોર વાઘેલા


પીંડમાંથી ઘાટ રુડા એ ઘડે છે ચાક પર
એ પછીથી નામ નોખાં એ ધરે છે ચાક પર

લ્યો, ફરી ગારો બની, માટી મહીં એ આવશે ત્યાં,
આવરણ આકારનું બદલ્યા કરે છે ચાક પર

આ ઘડાના ભીતરી અવકાશમાં હું હોઉ છું બસ,
છૂટતાં કાયા, પવન થઈ શું ફરે છે ચાક પર

મોક્ષ જેવી કયાં કદી ઘટના ઘટે આ રાફડામાં,
આપણી જિજીવિષા ફરતી રહે છે ચાક પર

આ અરીસે કોળતી શ્રુંગારની સંભાવનામાં,
પૂછજે આતમ, તને તન શું કહે છે ચાક પર

ડો. કિશોર વાઘેલા

3 Responses

  1. મોક્ષ જેવી કયાં કદી ઘટના ઘટે આ રાફડામાં,
    આપણી જિજીવિષા ફરતી રહે છે ચાકડા પર

    ati sunder…..

  2. આગામી કોઈ પેઢી ને દેતા હશે જીવન ,
    તમારા શ્વાસ કાઈ નકામા જાય ના..!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: