પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,


પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,
ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ?

પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,
તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ?

છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની,
શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે ?

દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,
દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે ?

શિલ્પ ચ્હેરાની પીડાનું આંખ સામે જોઈને,
છે વિસામણ એક આંસુ લૂછવું કેવી રીતે ?

કેટલા જન્મો થયા છે કેદ આ કોઠે પડી –
પૂછતું કોઈ નથી કે છૂટવું કેવી રીતે ?

આ ભરી મહેફિલ સજાવી બેસતાં લાખો છતાં,
જૂજ લોકોને ખબર છે ઊઠવું કેવી રીતે !

– ઊર્વીશ વસાવડા

14 Responses

 1. સાદા સીધા શબ્દોંની ગૂંથણીમાં ઊંડે ઊતરવા જેવા ભાવ પણ માણી શકાય તેવી કૃતિ. … હરીશ દવે અમદાવાદ

 2. દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,
  દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે ?

  આ ભરી મહેફિલ સજાવી બેસતાં લાખો છતાં,
  જૂજ લોકોને ખબર છે ઊઠવું કેવી રીતે !

  -ઉત્તમ અશઆર… આખી ગઝલ જ ગમી જાય એવી છે…

 3. bahuj bahuj gahan arth vali gazal 6 …bahuj saras keep it up.

 4. puchvu kevi rite,hamda etla saras gujrathi bolvu nathi avse,gazal ghana saras hatha,hun thoda thoda gujrathi padh saku .

 5. Excellent…would like to read his other gazals…

 6. hi hello mane pan gujrati gajal joyti che

 7. very mature theme……and words which have been chosen by you are like pearls, very precious & selective

 8. very nice .
  keep it up.

 9. Dear Friend,

  Its really awesome. it has really touched me. keep writing man. i will always wait for your thoughts.

 10. બો મસ્ત છે… પોસ્ત કર્તા રેજો :)

 11. ઘણા ગહન પ્રશ્નો ઉભા કર્યા છે, ઊર્વીશભાઈ.આટલી સુંદર પંક્તીઓ બદલ આભાર…લખતા રહેજો.

 12. superrrrrrr
  i have not any word to explain

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: