“ગુજરાતી ગઝલ” ની સફરનો સોનરી વળાંક કે જ્યાં શબ્દ મને સ્પર્શે છે…


મિત્રો, કવિ તરીકે હૃદયની ભાવનાને શબ્દરૂપ આપવું એ ખરેખર એક કળા છે. અને કવિના શબ્દો મારા મનોભાવોને સુંવાળપથી કાવ્યની એ દુનિયામાં ડોકિયું કરાવે છે કે જેમાં ક્યાંક મારી લાગણીઓનો પડઘો તો ક્યાંક માનવીય મનોભાવોનું પ્રતિબિંબ પડે છે. અને આ જ છે એ દુનિયા કે જ્યાં શબ્દ મને સ્પર્શે છે.

હું કોઈ કવિ નથી… ગીત, ગઝલ, કાવ્ય કાંઈ જ લખતો નથી, પણ જે કોઈ રચના મને ગમે છે તેને અહીં મારા બ્લૉગ પર એક પોસ્ટ રૂપે મૂકું છું. કોઇ રચનાનું વિવેચન કે ટીકાટિપ્પણને અહીં સ્થાન નથી. કારણ કે જેટલા પ્રેમથી એક કવિ પોતાની રચનાનું સર્જન કરે છે, શબ્દોથી શણગારે છે એટલાં જ આનંદથી મને એ માણવા ગમે છે. આ બ્લૉગ મારું એ વિશ્વ છે કે જ્યાં શબ્દ મને સ્પર્શે છે.

મારી આ મજાને મારા સમરસિયા મિત્રો સાથે વહેંચવાની એક ઇચ્છા થઈ અને પછી તો “ગમતું હોય તે બધું ગુંજે ન ભરીએ, ને ગમતાનો કરીએ ગુલાલ… ” (હરિન્દ્ર દવે) એવું જ કંઈક વિચારીને 5 june 2007 થી આ બ્લૉગ શરૂ કર્યો. (સરકારી હુકમની જેમ તાત્કાલિક અસરથી કામ શરૂ કર્યું. ) શરૂઆતમાં રોજની એક – બે પોસ્ટ મૂકાતી હતી અને હજી પણ સમયાંતરે નવી પોસ્ટ આવતી જ રહે છે. આજે ૧ લાખથી વધુ મિત્રો શબ્દોને માણવાની આ સફરમાં મારા સાથીદાર બન્યા છે ત્યારે એ સૌનો હૃદયપુર્વક આભાર માનતા હું ખૂબ જ આનંદ અનુભવું છું. સૌના માટે સાહિત્યના વિશાળ સાગરમાંથી એક એક બૂંદ અહીં સ્થાન લેતી રહેશે કારણકે – શબ્દ મને સ્પર્શે છે

મને જે કાંઈ ગમ્યું છે તે બધું જ અહીં પોસ્ટરૂપે મૂક્યું છે. અહી કોઈ રચના માટે કોઈ જ બંધન નથી. કવિ જાણીતા છે કે નવોદિત, તેની રચના છંદોબધ્ધ છે કે અછાંદસ કે પછી માત્ર શબ્દોની ગોઠવણી… એવા કોઇ જ નિયમો વિના જે કાંઈ પણ મારા હૃદયને સ્પર્શ્યું તે તમારા સૌની સાથે વહેંચવાનો એક પ્રયત્ન કર્યો છે. ” લે આ મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તો તારું” (રાજેન્દ્ર શુક્લ) . સૌને અહીં ભાવભર્યો આવકાર છે. આપ સૌનો ખૂબ આભાર… સાથે સાથે એક શુભેચ્છા અને પ્રભુને પ્રાર્થના કે – ” શબ્દ તમને પણ સ્પર્શે “

આ સાથે નીચેના પોલમાં તમારો અભિપ્રાય આપવા વિનંતી

Advertisements

18 Responses

 1. Dear manthan,

  Shabd jyare matr shadb mati ne bhavna bane tyarej sparshi shake….

  Ae tema pan anya na shabdo ni bhavana jyare sparshe, samjhi shakay tyarej manvi ni andar ni mansai ni khari parakh thay..

  You must be really blessed that you have the art and the element to respect others feelings and even understand it…

  Gujarati Gazal k get ne maan apva kavi k shayar hovu jara pan jaruri nathi,

  Manthan jeva ganya ganthya mitro hashe k j a age a gujarati geet sangeet na vishva ne atlu motu yogdaan ap rahya che.

  Your blog today is not just a database of poems, but
  AN ENCYCLOPEDIA OF GUJARATI POETRY

  Keep the good work going..

  May GOD give you better vision and stronger strengths…

  Warm Regards…

  Kankshit m.

 2. gr88888888888 manthan….
  all the best..
  taru karya hamesha umada j hoy che….

 3. Aam jou to hu manthan ni net friend thi vishes kai nathi….pan ena aatli nani umar ma aatla badha craetive work thi hu kharekhar impress thay chu…….. aaje jyare english mediam ni bolbala che tyare gujarati sahitya ne jivant rakhavanu kaparu karya kare che tyare hu ena mate kharekhar garva anubhavu chu………… And I pray to god he will fulfill his all dream……..and continue working like this………

  With lots of love and regards….

  Meera Desai.

 4. great man keep rocking

 5. anhi kharekhar darek kavini umda rachna manva male che…sahitya no khajano anhi mali rahe che…

  bas ek subhechcha ke aamaj aap blog ne agal vadharta raho ane amney aa blog ma avi ne shabdo ne sparshvano moko male…

  ane aa blog niyamo vagar no che etle kadach vadhu saro che…shabd vate lagni to koi pan nichovi shake ema koi bandhan nathi hotu khub gamyu….

 6. 1,00,000 + vaachako….

  hats off manthan……
  blog banaavavo ane tene chalaavavo ema bahu moto difference chhe
  regular bases par tu anek kavi o ni sundar kavitao muke ane teo na shabdo ne vaachaa aape….
  ane khaas vaat to e ke aa badhu sundar rite maintain kare……
  heartly congrats boss…
  aje “gujaratigazal” gujarati poetry na blogs ma ek milestone chhe….
  anek jagya e jya top gujarati blogs ni index hoy tya aa blog top level par hoy chhe
  it shows the quality and consistency….

  manathan…. tane fari thi hraday poorvak khoob khoob shubhechhaao….

  keep gng…..

 7. હાર્દીક અભીનંદન …

 8. સૌથી પહેલા તો તને ખુબ ખુબ અભિનંદન……
  આમ તો હુ અને મંથન ને પર મિત્ર બનેલા અને હા મંથન ઘનો સારો માનસ છે.
  આ વેબ સાઇટ ની માહિતિ મને મંથન તરફ થી જ મલેલી અને મને અહિયા ની બધી જ ગઝલ ગમે છે.હુ ભગવાન ને પ્રાથના કરીસ કે એ વધારે પ્રગતિ કરે…………
  મારા સારા મિત્ર બનવા માટે હુ તારી આભારી છુ.
  i wish that u’ll get all success in ur life………….
  gd luck…………..
  ur frend is always there with u……………..

 9. પ્રિય મંથન,
  અહીં મુંઝવણ એ છે કે તમારા બ્લોગ પર એક લાખ (૧,૦૦,૦૦૦) વાચકોએ લટાર મારીને કવિતાનાં દરિયામાં ડુબકી લગાવી અએ બદલ તમને અભિનંદન આપવા કે પછી આજના તમારા લખાણના અનુસંધાનમાં પ્રશંસા કરવી.
  તમે આરંભેલા આ ભગીરથ કાર્ય બદલ તમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા પડે એવું ઉમદા કાર્ય આપ કરી રહ્યાં છો તેમાં કોઈ બેમત ન હોઈ શકે.
  તમે માત્ર બ્લોગ બનાવીને અટકી ન ગયા, તેમાં સમયાંતરે નવી વિગતો અને માહિતી ઉમેરતા રહ્યાં અને આટલેથી અટકી ન જઈને આ બ્લોગને તમે એક લાખ (૧,૦૦,૦૦૦) વાચકો સુધી પહોંચાડ્યો, અને તમારા આ કાર્ય માટે તમને સો સલામ………
  સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ. સલામ.

 10. ૧,૦૦,૦૦૦અભીનંદન

 11. hi dear manthan, heartly congrates…
  wish u all the best for future also..
  keep it up n god bless u.

 12. અભીનંદન..

 13. 100,000

  Keep it up !

  Well Done

 14. લાખ લાખ અભિનંદન!

 15. Manthan:

  Tu am to ‘vigyan’ and ‘engineering’ nu manthan kare che, pan aa badhu jota avu pan lage che ke tu ‘shabdo’ ane ‘sahitya’ nu manthan pan kare che…100,000,.00 no mark kadi pan aasan na hoi shake, ane mate tane hearty congratulations and all the best wishes for future endeavours…khub j umda kam che aa ke jya ghana badhane presentation and recognition matenu platform male che…

 16. પ્રિય મંથનભાઇ,
  આપનાં આ ખુશીભર્યા સમાચાર વાંચી ને, લાગણીને વાચા આપી ને શબ્દોમાં કંડારવામાં ભલે જરા મોડી પડી છું પણ .. વહેલા કે મોડા ને લાગણી દર્શાવવા સાથે કોઇ જ નિસ્બત નથી ખરૂને.? બસ આમ જ આપના આ બ્લોગ ને સાઇટમાં રૂપાંતરીત કરીને હજુ પણ વધારે પ્રગતિના સોપાન સર કરીને સફળતા પ્રાપ્ત કરો .. એવી લાખો – કરોડો શુભેચ્છાઓ…!!…
  તમે જેમ પહેલાં સરકારી હુકમની જેમ તાત્કાલિક અસરથી કામ શરૂ કર્યું હતું એમ જ હવે સાઇટ માટે પણ એટલાં જ પ્રોત્સાહન થી કહું છું હો..!..!!! :) All The Best ..!

 17. nice work manthan bhai

  apde jyare shahitay ni vaat kariye chhiye tyare gandhiji nu ek vakya na bhulvu joyeye ” kosiyo pan samji sake e shahitay kharu shahitya ” keep it up bhai “sabdarthosahitamkavyam”

 18. […] “ગુજરાતી ગઝલ” ની સફરનો સોનરી વળાંક કે… […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: