નદીની રેતમાં રમતું નગર મળે ન મળે


ગુજરાતી સાહિત્ય જગતમાં ગઝલકાર તરીકે એક આગવું સ્થાન ધરાવનાર કવિ શ્રી આદિલ મન્સુરીએ ગઈકાલે આપણી વચ્ચેથી વિદાય લીધી. અમારા તરફથી એમને શ્રધ્ધાંજલી એમના જ શબ્દોમાં …

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે

– ‘આદિલ’ મન્સૂરી

Download Song :  નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,

16 Responses

 1. આપણા ગઝલકાર શ્રી આદિલ મનસુરી આપણી વચ્ચે હવે ન રહ્યા.

  મારા તરફથી એમને શ્રધ્ધાંજલી

  નદી ની રેત મા રમતું નગર મળે ના મળે ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ પર મળે ના મળે

  ગયો આદિલ હવે એનું નગર રહે ના રહે, લખી જે ગઝલ પૃથ્વી પટ થી ચળી ના ચળે.

  ગિરીશ જોશી

 2. ક્યારેય ખોટ પૂરી ન શકાય તેવા ગઝલકારને વસમી વિદાય.

 3. ગુજરાતી ગઝલનો આખો એક યુગ એટલે આદિલ મન્સૂરી
  તેમને બ્લોગોત્સવ તરફથી ભાવભીની શ્રધ્ધાંજલી…
  http://www.blogotsav.wodrpress.com

 4. EK EVI KHALI JAGYA THAI GAI JE PURVI HOY TO PAN KYAREY NA PURI SHAKAY,,,

  BHAGWAN EMANE SHANTI ARPE…

 5. simply superb person ..
  i lke his all creations..
  god bless him..
  v all really miss him soooooo much..
  v have no words to compare his personality, attitude n creations

 6. જ્યાં એક નગર વસતું હતું,
  ત્યાં સમાચાર મળ્યા,
  ખુદા આદિલ ને બોલાવી ગયાં,
  સૌને રડાવી ખુદ હસતાં ચાલી ગયાં,
  આદિલ નાં શેર સાંભળી નવાઈ થતી,
  જેને આટલું કહેવું હતું કહી અમર થઈ ગયાં,
  જ્યાં એક નગર વસે છે,
  ત્યાં હજી રાહ જોવાય,
  આદિલનાં નવા શેરની,
  ને મન કહે વારંવાર,
  ખુદા રહેમત કરજે અમારા,
  આદિલ તણા આ શેર પર ….
  સ્વાતિ

 7. jem niranjan bhaie kahu che tem .. ” kal ni kedie ghadik re sang bhai ghadik re sand .. aatamne toy lagi jase ano rang ” … sache anero rang lagavi gaya ne .. aapyo adbhut sath pan gujarati bhasa ne .. ne aapi navi adhunik gazzals. AADIL AMAR THAI GAYA CHE. AMANE SHRADDHANJALI NA AAPAVANI HOY !!

  BAS AMANE AMANI GAZZAL MA MANO . A KYAREY VIDAY NAHI LE. ANE PACHU JOVA MALASEJ A NAGAR .. NADI NI RET MA RAAMTU.. JE A CHODI GAYA.

 8. i like this gazal so much.thanks to u sir…

 9. gujarati gazal—“khobo bhari ne ame aetlu hasya ke kuvo bhari ne ame roi padya…….

 10. hum aapko bahut bahut bahut miss karenge dil se.

 11. Khub saras .. please send juvo shi kala thi gazal from Aabhusan

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: