બીજું હું કાંઈ ન માગું


આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઈ ન માગું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઈ ન માગું.

તૂંબડું મારું પડ્યું નકામું
કોઈ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
પછી મારી ધૂન જગાવું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઈ ન માગું.

એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
એમાં થઈ મસ્ત હું રાચું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઈ ન માગું.

– ‘ બાદરાયણ ’

5 Responses

  1. હમણા જ આ ગઝલ શીખી છું પણ વર્ષોથી આનો રાગ કંઠસ્થ હતો એટલે શીખવાની મઝા આવી ગઈ.

  2. this is really great full “GAZAL” i become your friend after listening this wow its really marvelous.
    @P.D.@

  3. કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.

    સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

    ‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.

    આભાર,

    હિમાંશુ

  4. ultimate one.

  5. wah bhai badrayan ji………..
    ghanij saras rachana chhe….

    anand thayo……

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: