જેના પડછાયા વડે છાંયો પડયો


જેના પડછાયા વડે છાંયો પડયો,
પહેલા એના પર અહીં તડકો પડયો.

દીકરા સાચે જ તું મોટો થયો,
બાપનો આ મ્હેલ પણ નાનો પડયો ?

રૂપ તો સાબિત થશે, પણ ગુણ વિશે ?
ફૂલની ફોરમનો ક્યાં ફોટો પડયો ?

વાડ તો વેલા તળે ઢંકાઈ ગઈ,
ફૂલ, ડાળી, પાનનો મોભો પડયો.

પાંખ પીંખાઈ અને પીંછા ખર્યાં,
ક્યાં હવામાં એકપણ ગોબો પડયો ?

જળના શ્વાસોશ્વાસ લાગી માછલી,
જાળ નાંખી હું ય છોભીલો પડયો

શ્વાસનો ફુગ્ગો લઈ માણસ અહીં,
ટાંકણીનાં શેહરમાં ભૂલો પડયો.

ગૌરાંગ ઠાકર

One Response

  1. […] શ્વાસનો ફુગ્ગો લઈ માણસ અહીં, ટાંકણીનાં શેહરમાં ભૂલો પડયો. – ગૌરાંગ ઠાકર https://gujaratigazal.wordpress.com/2009/01/19/jena-padchaya-vade/ […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: