છાતીમાં મારી


છાતીમાં મારી સેંકડો ઈચ્છાની નાવ છે,
ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે.

શબ્દોને કોઈ બાનમાં પકડી ગયું કે શું!
જાસો મળ્યો પછીનો નગરમાં તનાવ છે.

લોહી પૂર્યાની વાત સિફતથી ભૂલી જઈ,
સહુ ચિત્ર જોઈ બોલ્યા ગજબનો ઉઠાવ છે.

આ કાચબાપણાનું હવે શું થશે કહો!
ઝડપી હવાની ચારે તરફ આવજાવ છે.

સાહેદી અંધકારની એમાં જરૂર ક્યાં?
સૂરજની હાજરીમા બનેલો બનાવ છે.

થઈ ધાડપાડુ ત્રાટકે ‘સાહિલ’ ભલે સમય-
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે.

– સાહિલ

4 Responses

  1. લોહી પૂર્યાની વાત સિફતથી ભૂલી જઈ,
    સહુ ચિત્ર જોઈ બોલ્યા ગજબનો ઉઠાવ છે.

    સુંદર શબ્દો છે.

  2. સહુ સમજે કે ઉતાવળ મને મરવાની છે,

    આજ તો છેલ્લો તને મળવાનો લગાવ છે.

    Lovely creation….mind blowing..

  3. છાતીમાં મારી સેંકડો ઈચ્છાની નાવ છે,
    ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે.

    PLEASE REFINE THIS SHER . સેંકડો CAN NOT BE
    TREATED AS GAA LA LA. IT CAN BE USED ONLY
    AS GAA LA GAA.

  4. Excellent, it is very nice and touch to heart
    Thanks for sending me this poet
    Khub Saras Chhe
    Avu ne Avu kaink Mokalta Rehsho

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: