આજે છે “ગુજરાતી ગઝલ” નો બીજો જન્મદિવસ…


કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને

૫ જુન ૨૦૦૭ ના રોજ આ પ્રથમ રચના (શ્રી દિલીપ પરીખ રચિત) “ગુજરાતી ગઝલ” પર મૂકતા જે લાગણી અનુભવી હતી તે જ લાગણી આજે અનેકગણી થઈને મને આનંદિત કરી રહી છે, મારા આ આનંદને આપ સૌની સાથે આજે વહેંચવાનું મન થયું છે. આજે મારો આ બ્લોગ બે વર્ષનો થયો છે. આજ સુધીની આ યાત્રામાં સૌ વાચકો, મુલાકાતી મિત્રોનો ભરપૂર સાથ રહ્યો છે. આપ સૌ તરફથી સતત મળતા સૂચનો, શાબાશીઓ અને જરૂર પડે ઠપકાના બે બોલ એ તો આ બ્લોગનો સૌથી મોટો ટેકો સાબિત થયા છે… અહીં મારે વ્યક્તિગત આભાર માનવો છે ચેતનાબેન શાહ, કાંક્ષિત મુન્શી અને ધબકાર પરિવારનો અને સર્વે વાચક મિત્રો નો.

બ્લોગનું નામ “ગુજરાતી ગઝલ” રાખ્યા છતાં અહીં માત્ર ગઝલ જ મૂકવી એવો કોઇ આગ્રહ નથી રાખ્યો. અહીં તો એ દરેક રચનાને કોતરવાનો પ્રયત્ન કર્યો છે જે મારા મનને ગમી હોય, મારા હૃદયના કોઈ ખૂણે પડેલી લાગણીને જીવંત બનાવી ગઈ હોય.

આજે છે “ગુજરાતી ગઝલ” નો બીજો જન્મદિવસ… અને જન્મદિવસ ઉજાણી વિના તો પૂરો થઈ જ ન શકે ને મિત્રો! તો આવો માણીએ એક મજાની રચના કવિ શ્રી વિનોદ જોષી રચિત આ ગુર્જર ગૌરવ ગીત… જે મારામાં ગુજરાતી હોવાનું એક અનોખું ગૌરવ પ્રગટાવે છે.

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર,
અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર,
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

નવરાત્રિનો ગર્વદીપ હું, હું શત્રુંજય શૃંગ,
સૂર્યમંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ,
હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી…

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન,
મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન,
વિજાણંદનું હું જંતર, હું નરસૈંની પરભાતી…

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક
હું જ સત્યનું આયુધ જેની દિગદિગંતમાં ધાક
હું સંતોનું સૌમ્ય સ્મિત, હું તલવાર તેજની તાતી….

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર
મારે શિર ભરતમાતની આશિષનો વિસ્તાર
હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતી…

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

– વિનોદ જોષી

અન્ય સહયોગી વેબસાઈટ

યાહુ ગ્રુપ | ઓર્કુટ કોમ્યુનિટી | ગુજગઝલ SMS ચેનલ | ધબકાર | સ્વાદ.કોમ

Advertisements

22 Responses

 1. આજનાં શુભ દિને મારી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને અંતરનાં આશીર્વાદ … સફળતાના શિખરો સર કરો એવી પ્રભુને પાર્થના..!

  • જન્મદિન મુબારક.

 2. જન્મદિન મુબારક.

  વિનોદ જોશીનું આ ગીત બહુ ગમ્યું.

 3. Congratulation…!
  MAnthan – bahu bahu badhai aaj na diwas ni..

 4. khub khub shubhechchhao…

 5. Congratulation…!

  khub khub vadhai…ane khub pragati karo..evi shubh kamna…

 6. જન્મદિવસની શુભેચ્છાઓ.

 7. ગુજરાતી ગઝલના બીજા જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન.

 8. શુભ પ્રસંગના સૌ કોઈને ધન્યવાદ અને વધુ ને વધુ આગળ વધવા માટે શુભેચ્છાઓ !

 9. hey congrates janam divas ni subhecha.
  tame em j agal vadhata raho tevi manokamna..

 10. હાર્દિક શુભેચ્છાઓ … keep it up.

 11. શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન!

 12. જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. Keep it up….

 13. congratulations

 14. જન્મ દિવસ ની શુભેચ્છાઓ સાથે.

 15. જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

 16. Khub khub shubhkamana.God bless you and your blog.Success will be with you.
  sapana

 17. જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ……. !!

 18. congrates…

 19. heartly congratulations
  sneha-akshitarak

 20. Manthanbhai
  gujarati gazalo ne internet na madhym thi vadhavvano aapno prayas safal rahyo chhe tenu saxi bani rahe aa navalu varsh…. a very happy new year…….. vinod joshi is my alltime feviorite sir

 21. […] આજે છે “ગુજરાતી ગઝલ” નો બીજો જન્મદિવસ… […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: