રહ્યાં વર્ષો તેમાં


આજે કવિશ્રી ઉમાશંકર જોષીની જ્ન્મજયંતિ … ૨૧ જુલાઈ ૧૯૧૧ના રોજ ગુજરાતના ઈડર તાલુકાના બામણા ગામે જન્મ અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક અનોખી ઉંચાઈ ધરાવતું નામ….!

રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે ; વીલે મુખ ફર રખે, સાત ડગનું

કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
નથી તારે માટે થઇ જ ‘નિરમી’ દુષ્ટ દુનિયા.

અહો નાનારંગી અજબ દુનિયા ! શેં સમજવી ?
તમે ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી ;

અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી !
વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી.-

મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;

નિશાખૂણે હૈયે શશિકિરણનો આસવ ઝમે ;
જનોત્કર્ષે – હ્રાસે પરમ ઋતલીલા અભિરમે.

બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું :
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઇ આવ્યો અવનિનું .

– ઉમાશંકર જોશી

Advertisements

3 Responses

 1. શ્રી ઉ.જો.નાં ઉત્તમ સોનેટોમાંનાં બે સોનેટો–ટ્વીન્સ–માંનું આ એક. “ગયાં વર્ષો તેમાં..” નામક સોનેટ પણ સાથે મુક્યું હોત…!

  આપણું મહાધન એવા આ સર્જકને આ કાવ્ય દ્વારા યાદ કરવા બદલ ધન્યવાદ.

  આ બે સોનેટની માફક જ ઉમાશંકર–સુંદરમનું ય ગુજરાતનું સર્જક– ટ્વીન્સ હતું.

  આપણે આ બન્નેથી ગૌરવશાળી છીએ.

 2. સરસ કાવ્ય

  મળ્યાં વર્ષો તેમાં અમૃત લઇ આવ્યો અવનિનું .

 3. […] રહ્યાં વર્ષો તેમાં […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: