ભમરો


બ’ઈ આ ભમરાને ક્યમ કાઢું ?!
જરી ન જાતો આઘો હું તો ઘણીયે નીર ઉડાડું !

પલક અહીંથી, પલક તહીંથી
                            લળે વીંઝતો પાંખ્યુ,
બે કરથી આ કહો કેટલું  
                            અંગ રહે જી ઢાંક્યું ?! 

જાઉં ગળાબૂડ જળમાં તોયે મુખ તો રહે ઉઘાડું !
              બ’ઈ આ ભમરાને ક્યમ કાઢું ?!

મેલી મનહર ફૂલ પદમનાં
                            પણે ખીલ્યાં કૈં રાતાં,
શું ય બળ્યું દીઠું મુજમાં કે
                            આમ લીયે અહીં આંટા ?!

ફટ ભૂંડા ! હું છળી મરું ને તમી હસો ફરી આડું !
             બ’ઈ આ ભમરાને ક્યમ કાઢું ?!

– પ્રદ્યુમ્ન તન્ના

Advertisements

2 Responses

  1. Nice geet!

  2. જાઉં ગળાબૂડ જળમાં તોયે મુખ તો રહે ઉઘાડું !
    બ’ઈ આ ભમરાને ક્યમ કાઢું ..bahu j mithu mithu geet che…wah..maja aavi gai.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: