મારું…


જગતના અંત-આદિ બેઉ શોધે છે શરણ મારું !
હવે શું જોઈએ મારે? જીવન મારું ! મરણ મારું !

અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું ?
હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું !

અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતા !
કવિ રૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું !

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો !
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું.

કહી દો સાફ ઇશ્વરને કે છંછેડે નહીં મુજને !
નહીં રાખે બનાવટનો ભરમ સ્પષ્ટીકરણ મારું .

કહો ધર્મીને સંભળાવે નહીં માયાની રામાયણ ,
નથી એ રામ કોઈમાં , કરી જાયે હરણ મારું.

રડું છું કેમ ભૂલો પર ? હસું છું કેમ ઝાકળ પર ?
ચમન-ઘેલા નહીં સમજે કદાપિ આચરણ મારું.

હું નામે ‘શૂન્ય’ છું ને ‘શૂન્ય’ રહેવાનો પરિણામે ,
ખસેડી તો જુઓ દ્રષ્ટિ ઉપરથી આવરણ મારું

– ‘શૂન્ય’ પાલનપુરી

5 Responses

 1. અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો !
  નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું..[:)]

  …khub j sunbdar rachana…

 2. શૂન્ય સાહેબની ગઝલમાં શું કહેવું પડે ? એમની ખુદ્દારી અસ્તિત્વના પ્રભુને પણ પડકારે છે.’શૂન્ય’શબ્દનો અનેકાનેક રીતે મર્મભેદી ઉપયોગ કાબિલે-દાદ હોય છે.

 3. manthan karto shodhavane shabdo tuj sama,
  adhuro chhu kai hu pan besi rahyo SUNYA ma…

  INDRAJEET SHUKLA

 4. adwait anuraag mai lipi ne
  sajawat kari sabdo thi
  aa dwait ni bhid ma bhala
  kon sambhlse adwait nu ganu !!

 5. Uttam rachana…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: