ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.
તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.
ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.
ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.
– રિષભ મહેતા
રિષભભાઈની રચનાઓ હવેથી અહીં રેગ્યુલરલી માણવા મળશે
http://rishabhmehta.wordpress.com સાભાર…http://urmisaagar.com/saagar/?p=3822
Filed under: રિષભ મહેતા | Tagged: ‘હાશ’ લઈને, અજવાસ, ઉપર, એક વાત, એકવાર, કદાચિત, કદી આપણે, કાગળ, કોરાં સપના, ખળખળ વહેતું, જરા ખોલી દો, જળ બંધ કમાડ, ઝરમર, ઝલમલતો, ઝાકળ જેવી, તમને મળવું છે !હાથ લઈને, તમે ચિતર્યું’તું, તો ‘હા’ બોલી, થઈ જઈને, દો, પગમાંથી, પગલું, ફૂલ ઝરંતો, ભૂલી ગયા છો, મારે, મૂકી’તી હોડી, લઈને, વિખરાયો, વ્યાપ્યો છું હું, સાંજ ઢળ્યા-ની, સાત, સાદ ને તરતી, સૂરજની |
such good creation
a man full of enthusiasm n positives still have to wait for permission
isnt that irony rishabhji!
by the way poetry is excellent anyway