મળવા આવું ક્યાંથી ?


‘મળશું’ નામે એક મહેલનો વણઉકલ્યો છે ભેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ  અલગ બે  અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?

                                       નિત નવા ઉમંગો માગી, મેઘધનુષી રંગો માગી,
                                                                                  તમે થઈ ગયા ચૂપ
                                   રંગો સઘળા લાવું ક્યાંથી, ખાલી હાથે આવું ક્યાંથી,
                                                                                  ક્યાંથી ચીતરું રૂપ ?

 રંગો સઘળા ભેગા થઈને વ્યક્ત કરે છે ખેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ અલગ બે અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?

                       ક્ષણના તારેતાર ઉપર પણ, ઈચ્છાઓના દ્વાર ઉપર પણ,
                                                                                   મારી દીધી સાંકળ
                         યુગો  યુગોથી  ખૂલવા  કરતી ‘હોવું’  નામે  બોતલ  ઉપર,
                                                                                     વાસી દીધું ઢાંકણ.

રસ્તા, શેરી, ગામ-ગલીનો  ઊડતો લાગ્યો છેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ અલગ બે અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?

                                                                                                       – અનિલ ચાવડા

Advertisements

2 Responses

  1. સુંદર અભિવ્યક્તિ
    અંતિમ બંધ વધારે ગમ્યો.
    અભિનંદન.
    મારી તરોતાજા ગઝલો માણવા http://www.drmahesh.rawal.us ની મુલાકાતે પધારવા અને આપના પ્રતિભાવ જણાવવા નિમંત્રણ.

  2. […] Author: WordPress.com Top Posts […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: